ચિચડિયા ગામે ભુલા તડવી પોતાના ઘર પાસે ઉભો હતો ત્યારે સગી બહેન રાધાના બકરા એના વાડામાં ઘુસી ગયા હતા,બાદ ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી થઈ હતી અંતે બહેને ભાઈ પર દાંતરડાથી હુમલો કરતા એનું મોત નીપજ્યું હતું.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):ગરૂડેશ્વર તાલુકાના ચિચડિયા ગામે ગત 16/6/2016ના રોજ રાધા ઉર્ફે સોમી તડવીના બકરા પોતાના સગા ભાઈ ભુલા તડવીના વાડામાં ઘુસી ગયા હતા.આ મામલે બહેન-ભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.દરમિયાન બહેને ભાઈ પર દાતરડાથી હુમલો કર્યો હતો.આ બનાવમાં ભાઈનું પ્રાણપંખીડું ઉડી ગયું હતું.આ કેસ રાજપીપળાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે રાધા ઉર્ફે સોમી તડવીને 7 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
કેસની વિગત મુજબ ગરૂડેશ્વર તાલુકાના ચિચડિયા ગામે ગત 16/6/2016 ના રોજ ભુલા ભયજી તડવી પોતાના ઘર પાસે ઉભો હતા ત્યારે એની સગી બહેન રાધા ઉર્ફે સોમી રમન તડવી પણ પોતાના બકરા ચરાવી ઘર તરફ આવી રહી હતી.દરમિયાન એ બકરા પોતાના સગા ભાઈ ભયજી તડવીના વાડામાં ઘુસી ગયા હતા. આ મામલે ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.બાદ ઝપાઝપી દરમિયાન બહેને પોતાના ભાઈને ઘરમાં લઈ જઈ દાતરડાથી હુમલો કર્યો હતો.આ બનાવમાં ભયજી તડવીને કપાળમાં ગંભીર ઇજા થઇ હતી અને સારવાર લીધા વિના આખી રાત ઓટલા પર સુઈ રહ્યો હતો.આ વાતની જાણ એના સાળા કાળું વાનજી તડવીને થતા ઇજાગ્રસ્ત હાલતમાં ભયજી તડવીને 108 દ્વારા ગરૂડેશ્વર દવાખાને લઈ જવાયો હતો.જ્યાં હાજર ડોક્ટરે એને મૃત જાહેર કર્યો હતો.આ મામલે ગરૂડેશ્વર પોલીસે બહેન રાધા ઉર્ફે સોમી રમન તડવી વિરુદ્ધ ભાઈની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.બાદ આ કેસ રાજપીપળા ડિસ્ટ્રીકટ & સેસન્સ કોર્ટમા ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ.જે.ગોહિલની દલીલોને ગ્રાહ્ય રાખી જજ જે.પી.ગઢવીએ રાધા ઉર્ફે સોમી રમન તડવીને 7 વર્ષની સખદ કેદ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારતો ચુકાદો આપતા ચકચાર મચી જવા પામી છે.