Proud of Gujarat
GujaratFeaturedINDIA

આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૫,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

 

➖➖➖➖➖➖➖➖➖➖

Advertisement

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.
ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,આડોડિયાવાસમાં રહેતાં જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર પોતાનાં કબ્જા- ભોગવટાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં મકાને જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર/આડોડિયા ઉ.વ.૨૪ રહે.આડોડીયાવાસ, ભાવનગર_ વાળા હાજર મળી આવેલ.તેનાં બે માળનાં મકાને જડતી તપાસ કરતાં રૂમમાંથી *પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક ૭૫૦ MLની બોટલ નંગ-૮૮ કિ.રૂ.૨૬,૪૦૦/-તથા બિયર ટીન-૯૧ કિ.રૂ.૯,૧૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૫,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. જેથી આરોપી જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમારને ધોરણસર અટક કરેલ.તેનાં વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આમ,કુલ રૂ.૪૫,૫૦૦/-નાં ઇંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, જયવીરસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં


Share

Related posts

ગોધરા ખાતે ફિટ ઇન્ડીયા ફ્રિડમ અન્વયે ભાઈઓ માટેની દોડ યોજાઇ.

ProudOfGujarat

લોકલાડીલા રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલની અંતિમ વિધિમાં દેશનાં ખૂણે-ખૂણેથી આગેવાનો પિરામણ ખાતે શોક મગ્ન હૈયે ઉમટી પડયા.

ProudOfGujarat

ભારત એશિયા કપમાં સાતમી વખત ચેમ્પિયન, ફાઈનલમાં બાંગ્લાદેશ સામે રોમાંચક જીત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!