વિજયકુમાર, શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલી શાળા પાસે વરસાદી કાંસમા કચરાના ઢગ જોવા મળતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યા છે. પંચાયત દ્વારા કોઈ સાફસફાઈ ન કરવામા આવતા ચોમાસામા પાણી ભરાવાની પરિસ્થિતીનુ નિર્માણ થાય તો નવાઈ નહી.
એક બાજુ સરકાર ભારતભરમા સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરી રહ્યું છે. શહેરા તાલુકાના વાઘજીપુર ગામમા તેના લીરેલીરા ઉડી રહ્યા છે. વાઘજીપુર ગામે શાળાની પાસે વરસાદી ગટર બનાવામા આવેલી છે. તેમા કચરો ભરાઈ જવાને કારણે હાલ ગંદકીથી ખદબદી રહી છે. પંચાયત દ્વારા યોગ્ય સાફસફાઈ ના કરવાને કારણે અહી ગંદકીના ભારે ખડકલા થયા છે. ચોમાસાની ઋતુની શરુઆત થોડાસમય પછી શરૂ થઈ રહી છે. આ વરસાદીગટરની સાફસફાઈ ન કરવામા આવે તો અહી પાણી ભરાવાને કારણે ગંદકી નુ સામ્રાજ્ય થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.વાઘજીપુરના ગ્રામજનો દ્વારા આ વરસાદી ગટરને સાફસફાઈ માગં કરવામા આવી રહી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે હવે પંચાયતતંત્ર શુ પગલા લે છે?