મોરવા હડફ (પંચમહાલ)
પંચમહાલ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રમા નીતનવા પ્રયોગો માટે જાણીતી મોરવા હડફ તાલુકાની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળાએ ફરી એકવાર અનોખો પ્રયોગ હાથ ધર્યો છે જેમા શાળાએ એડમીશન માટે તાલુકામાં પોસ્ટરો લગાવ્યા છે.
પંચમહાલ જીલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાએ ઓનલાઈન શાળામા એડમીશન પ્રયોગ કર્યા પછી પોસ્ટર તાલુકાના મથકે લગાવામા આવ્યા છે.આમ તોર પર ખાનગી શાળાઓ મોટા ભાગે મોટી મોટી જાહેરાતોના પોસ્ટર શહેરો અને હવે તો ગ્રામીણ વિસ્તારમા લાગવા માડયા છે.મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રા.શાળાએ પણ પોતાની વિવિધ સુવિધાઓ દર્શાવતા પોસ્ટર જાહેર સ્થળો પર લગાવ્યા છે ત્યારે તે મોરવા હડફ તાલુકાના રહેવાસીઓ માટે આકર્ષણ બન્યું છે .પોસ્ટર શાળાના ઓનલાઈન એડમિશન માટેની લિંક આપવામાં આવી છે જોકે આ ઓનલાઇન એડમીશન નો માત્ર પ્રયોગ કરવામા આવ્યો છે. જેના થકી જ એડમીશન લેવુ ફરજીયાત નથી. શાળા દ્રારા જે આપેલા નંબર પર વાલીઓના ફોન આવે છે.અને પુછપરછ કરે છે.ઘણીવાર એમ પણ પુછે કે આ શાળાની ફી કેટલી છે? શાળા તંત્ર જણાવે છે છે કે આ સરકારી શાળાછે તેની કોઈ ફી નથી.મફતમા વિવિધ સુવિધા સાથે શિક્ષણ મળે છે.વાલીઓની માનસિકતા એવી છે કે પોસ્ટર ખાનગી શાળાઓના જ હોય સરકારી શાળાના પોસ્ટર હોય તેવુ હજી સ્વીકારવામા આવતુ નથી.ઓનલાઇન એડમીશનની જે લીંક શાળા તરફથી જાહેર કરવામા આવી છે.તેના થકી જ એડમીશન લેવુ ફરજિયાત નથી.શાળાએ આવીને પણ એડમીશન લઇ શકાય છે.પણ આ એક પ્રયોગ શાળા એ કર્યો છે.
શાળાના આસિ. શિક્ષક ઇમરાન શેખે જણાવ્યુ કે “સામાન્ય રીતે સરકારી શાળાની વિવિધ સુવિધાઓ અને તાલીમી તથા અનુભવી શિક્ષકોથી અજાણ વાલી સરકારી શાળા પ્રત્યે કેટલીક ગેરસમજ ધરાવે છે અને સરકારી શાળાનું મૂલ્ય ઓછું આંકે છે.બીજી બાજુ પ્રાઇવેટ શાળાના મોટા મોટા બેનરોથી લોભાઈ જાય છે ત્યારે અમારી શાળા દ્વારા બેનરો લગાવીને મફતમાં મળતા શિક્ષણની જાહેરાત કરવાની પહેલ કરી છે.