શહેરા : છોગાળા ગામે જતા માર્ગ ઉપર બાઇક- છકડા વચ્ચે અકસ્માત, બાઇકચાલક ઘવાયો
Advertisement
શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શહેરાથી છોગાળા જતા પાણીની ટાંકી પાસે એક બાઇક અને છકડા વચ્ચે અકસ્માત થતા બાઇકચાલક ને ગંભીર ઇજા પહોચી હતી.અને ૧૦૮સેવા દ્રારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.અક્સ્માત સ્થળે લોકટોળા ઉમટયા હતા.છકડાને અને બાઇકને પણ નુકશાન પહોચ્યુ હતુ.
શહેરાથી છોગાળા જવાના રસ્તે પાણીની ટાંકી પાસે એક છકડો રિક્ષા અને ડીસ્કવર બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક જમીન પર ફંગોળાતા ગંભીર ઇજા પહોચી હતી.અને તેના ચહેરાના ભાગે લોહીલુહાણ થઇ ગયો હતો.ઘટના સ્થળે લોકો ભેગા થઇ જતા ૧૦૮ સેવાને જાણ કરી હતી.બાઇકચાલકને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.ઇજાગ્રસ્ત બાઇકચાલક શહેરા તાલુકાના ગોપી ગામનો હોવાનુ જાણવા મળ્યુ હતુ.