અંકલેશ્વર ની 20 બેન્કો ની શાખા બંધ રહી
અંકલેશ્વર
સમગ્ર દેશના 10 લાખથી વધારે બેન્ક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે. તેઓ ઈન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી વેતનમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે, 5મેના રોજ આ મુદ્દે થયેલી બેઠકમાં આઈબીએને પ્રસ્તાવ આપ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, વેતનમાં માત્ર 2 ટકાના વધારાનો કોઈ અર્થ નથી. 30 અને 31 મેના રોજ બેન્ક કર્મચારીઓ હડતાલ પર હોવાથી આ મહિનાની સેલરીમાં પણ તકલીફ થઈ શકે છે. તે ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેક્શનમાં પણ તકલીફ આવી શકે છે. બેન્ક કર્મચારીઓ ની હડતાળ ના પગલે 20 જેટલી બેન્કો ની શાખા ઓ બંધ રહી
શું છે બેન્ક કર્મચારીની માગણીઓ?
– વેતન નિર્ધારણની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામા આવે.
– વેતન -ભત્થામાં યોગ્ય વધારો કરવામાં આવે
– દરેક ગ્રેડના અધિકારીઓને સામેલ કરવામાં આવે
– અન્ય સેવા શર્તોમાં સુધારો કરવામાં આવે
– આ માગણીઓ વિશે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ અને આઈબીએ વચ્ચે 2 મે 2017થી 12 નવેમ્બર 2017 દરમિયાન 13 બેઠક થઈ હતી. તાજેતરમાં જ 5 મેના રોજ આ મુદ્દા વિશે અંતિમ વાતચીત પણ કરવામાં આવી હતી. બેન્ક કર્મચારીઓનો વેતન વધારો ગયા વર્ષે નવેમ્બરથી બાકી છે.
બેન્કોમાં 2 દિવસ કામ નહીં થાય
– યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના બેનર અંતર્ગત આ હડતાળ કરવામાં આવી રહી છે. આ ફોરમથી સમગ્ર દેશની 9 બેન્ક યૂનિયનમાં જોડાયેલી છે. તેમાં એસબીઆઈ સહિત અન્ય સરકારી બેન્કોના 10 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે. બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 1 જૂનની સવાર સુધી આ કર્મચારીઓ બેન્કનું કોઈ કામ નહીં કરે. તેના કારણે બેન્કિંગ સેવાઓ પર અસર થશે અને લોકોને પરેશાની થઈ શકે છે.
ગયા વર્ષે 15 ટકા વધારો અને આ વર્ષે માત્ર 2 ટકા
– 1 નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 સુધીમાં બેન્કના કર્મચારીઓના વેતનમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં બેન્ક કર્મચારીઓને આ વખતે આપવામાં આવેલો 2 ટકાનો વધારો મજાક લાગી રહ્યો છે. આઈબીએના જણાવ્યા પ્રમાણે અધિકારીઓની માગ પર વાતચીત સ્કેલ-3 સુધીના અધિકારી સુધી સીમિત રાખવામાં આવશે.
એનપીએના કારણે બેન્કોને નુકસાન, કર્મચારીઓ જવાબદાર નથી- યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ
– IBAએ બેન્કોના નુકસાન વિશે વાત કરીને વેતનમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેન્ક કર્મચારી તેને ખોટું ગણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકારી બેન્કોનો ઓપરેટિંગ નફો વધ્યો છે પરંતુ તેના 70 ટકા એનપીએના પ્રોવિઝનિંગમાં જઈ રહ્યો છે.
– યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના સંયોજક દેવીદાસ તુલજાપુરકે કહ્યું કે, નોટબંધ સહિત જન-ધન, મુદ્રા અને અટલ પેન્શન જેવી સરકારી યોજનાઓના કારણે છેલ્લા 2-3 વર્ષથી કર્મચારીઓને ઘણી મહેનત થઈ રહી છે. કર્મચારીઓ પર કામનો બોજો પણ ઘણો વધી ગયો છે.