સુરત નાં રાંદેર જેવી જ વાનગીઓ અંક્લેશ્વરમાં મળતા શોખીનો ખુશખુશાલ
મુલ્લાવાડથી લઈ પિરામણ નાકા સુધી વિવિધ લરીઓ પર ભારે ભીડ
અંક્લેશ્વરમાં પાક રમજાન માંસ ચાલી રહ્યો છે ત્યારે ખાણીપીણી નુ બજાર પણ પૂરબહારમાં ખીલી ઉઠ્યુ છે.
એક સમય હતો કે અંક્લેશ્વરના ખાણીપીણીનાં શોખીનો રમજાન માસમા કે પછી આડા દિવસોમાં પણ સુરતનાં રાંદેરનાં પ્રખ્યાત ફુડબજાર સુધી જતાં હતાં અને કદી ન જોયેલી કે સાંભળેલી લહેજતદાર વાનગીઓનો સ્વાદ માણી તૃપ્ત થતાં હતાં જો કે હવે તેઓમાં રાંદેર સુધીનો ફેરો રહી ગયો હોય એમ લાગે છે કેમ કે અંક્લેશ્વર ખાતે જ રમજાન માસ હોવાથી ખાણીપીણીનુ વિશેષ બજાર શરૂ થઈ ગયુ છે અંક્લેશ્વરનાં મુલ્લાવાસથી લઈ રાદેર પિરામણ નાકા સુધીમા રાંદેરની જ વાનગીઓ અને એનાં જ જાદુલ ટેસ્ટમાં પિરસતી ખાણીપીણી ની અનેક લારીઓ હાલ ખોરાક રસિકોનાં આકર્ષણનુ કેંન્દ્ર બની છે સાંજે આ તમામ લારીઓની રોનક કંઈક અનેરી જ જોવા મળે છે રોજા ખુલવાનાં સમય બાદ મોડી રાત્રી અને વહેલી પરોઢ સુધી ચાલતી આ લારીઓ પર રોજા રાખનાર ન રાખનાર મુસ્લિમ બિરાદરો થી લઈ હિંદુંઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મનગમતી વાનગીઓનો રસાસ્વાદ માણે છે રાંદેરનાં ફુડબજાર જેવોજ ટેસ ધરાવતી વાનગીઓ જે રીતે લોકોમાં આકર્ષણ જમાવી રહી છે એ જોતા આ ખાણીપીણી બજાર ફકત રમજાન પૂરતુ સીમીત ન રહેતાં ત્યાર બાદ પણ ચાલુ રહેશે એવી આશા નગરજનો સેવી રહ્યા છે