ચકાસણી બાદ સત્તાવાર જાહેરાત આખી પેનલ બિનહરીફઅ
આગામી લક્ષ્યાક હાઈવે પર નવા માર્ગના નિર્માણનુ રહસે
અંક્લેશ્વર APMC સહકારી ક્ષેત્રનાં ધુરંધર એવા કરસન પટેલ તથા તેમની પેનલ સતત ચોથી ટર્મમા બિનહરીફ વિજેતા બનવા થઈ રહી છે
ભરૂચ જીલ્લામા સહકારી ક્ષેત્રે ટોચનુ નામ ધરાવતા અંક્લેશ્વર ના કરસન પટેલ સતત 2001 ના વર્ષથી તેમની પેનલ સાથે બિનહરીફ ચૂટાઈ આવે છે APMC માં તેમણે કરેલા વિકાસકાર્યોનાં પરિણામે અંક્લેશ્વર પંથક્ના ખેડુતોએ તેમના પર ચોથી ટર્મમા પણ વિશ્વાસ મૂક્યો છે તા 24 મી ના રોજ APMC ની ચૂટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી જેમાં સત્તાપક્ષની સહકાર પેનલનાં કરસન પટેલ કે જેઓ હાલ APMC નાં ચેરમેન છે તેમણે ચૂટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટર અરૂણ ચૌધરી સમક્ષ તેમની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ખેડુત વિભાગના કરસનભાઈ પટેલ ,અજીતસિંહ પરમાર, ગોમાનભાઈ પટેલ, જયેશ જેરામ પટેલ , સુલેમાન ઈસ્માઈલ લેયાત , બચુભાઈ પટેલ , અંબાલાલ પટેલ , અને ઠાકોર પટેલ ફોર્મ ભર્યા હતા જ્યારેકે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં ગિરિશભાઈ પટેલ અને ઈકબાલ ઈસ્માઈલ હારિયાએ ઉમેદવારી નોંધાવી હતી વેપારી વિભાગની ચાર બેઠકો પર અરૂણ ગાંધી, અતુલ મોદી, મગન પટેલ,અને યુસુફ મોહમદ હાફેઝીએ ઉમેદવારી નોધાંવી હતી
નોંધનીય છે કે ગુરૂવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી અને સાંજે 6 વાગ્યા સુધી કરસનભાઈ પટેલની સહકાર પેનલ સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધવી ન હતી જેથી કરસનભાઈ પટેલની આખી પેનલ બિનહરીફ વિજેતા બનસે જો કે એની સત્તાવાર જાહેરાત ફોર્મ ચકાસણી બાદ જ થસે
આ અંગે કરસનભાઈ પટેલે તાલુકાના ખેડુતો તેમ જ સાથી સભ્યોનો આભાર માનીને આગામી લક્ષ્ય અંગે જણાવ્યુએ હતુ કે હવે ટૂંક જ સમયમાં ચેરમેન વાઈસચેરમેન ની ચૂટણી બાદ અંક્લેશ્વર હાઈવે પર જગ્યા લઈને નવાં યાર્ડ નુ નિર્માણ કરાસે રૂ. 2 કરોડ આ યાર્ડ નાં નિર્માણ માટે ફાળવવામાં આવ્યાએ છે
અંક્લેશ્વર APMC માં સતત ચાર ટ્રમ સુધી બિનહરીફ વિજેતા બનવા બદલ સહકારી આગેવાનોએ કરસનભાઈ પટેલ અને પેનલનાં સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.