વિજય કુમાર, શહેરા
શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામની વચ્ચે બાંધવામા આવેલા ચેકડેમમા ગાબડુ દેખાતા ચોમાસામાં તુટવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે ચેકડેમમાં પથ્થર દેખાતા પણ તેની બનાવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સગ્રહીત થાય તે માટે ચેકડેમો જવાબદાર તંત્ર દ્રારા જેતે સમયે બનાવામા આવ્યા છે.તાલુકાના લાભી અને હોસેલાવ ગામની વચ્ચે પણ આજ રીતે એક ચેકડેમ બનાવામા આવ્યો છે.પણ ખેતર પાસે બનાવેલા ચેકડેમમાં જ હાલ જોતા ગાબડુ દેખાઈ રહ્યુ છે લાભીના ગુંથલી ફળિયાની સામે અને આ તરફ હોસેલાવ ગામની હદના ખેતર પાસે આ ચેકડેમ આવેલો છે. આ તરફ આ ઢાળ વાળો વિસ્તાર હોવાને કારણે અહી ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે પાણીનો આવરો વધારે માત્રા હોય છે.વળી હોસેલાવ ગામના અન્ય ખેતરોનુ પાણી સીધુ આ ચેકડેમ પરથી પસાર થાય છે.અને પાણી અન્ય ખેતરોમા થઈને લાભી ગામના સિંચાઇ તળાવમાં જતુ રહે છે.હવે ચોમાસાની સિઝન શરુ થવાની ઉલટી ગણતરીઓ પણ ગણાઈ રહી છે. જુન મહિનો આવતા ગુજરાતમા ચોમાસાની સિઝન શરુ થઇ જાય છે.ચેકડેમની હાલત જોતા એક બાજુ ઉંડો ખાડો પડી ગયો છે.અને તેમા પથ્થરો પણ દેખાઈ રહ્યા છે.વધુમાં ચોમાસામાં ભરે વરસાદ પડે તો આ ચેકડેમ તુટી જવાની શંકા સેવાઇ રહી છે.વધુમા શહેરા તાલુકામા પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નાળાઓ ઉપર , કોતરોમાં બાંધવામા આવેલા ચેકડેમોની હાલત બિસ્માર જોવા મળી રહી છે.