સરકારની યોજના સુજલામ સુફલામ કાર્યક્રમ હેઠળ નગર પાલિકા પુસ્તકાલય ખાતે પાલિકા તેમજ શિક્ષણ ખાતાના અધિકારીઓ દ્વારા જાગૃતિ તાલીમ સેમિનાર યોજાયો
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા): ગુરુવારે રાજપીપળા નગરપાલિકા દ્વારા નગર પાલિકા પુસ્તકાલય ના હોલ માં સરકાર ની યોજના સુજલામ સુફલામ અંતર્ગત નર્મદ કલેક્ટર નિનામા ની સૂચના મુજબ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના પ્રા.શિક્ષણ અધિકારી ડી બી વસાવા સહીત શિક્ષણ ખાતાના અધિકારીઓ નગરપાલિકા ના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ જાગૃત નાગરિકો,પાલિકા ના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સેમિનાર માં જળ બચાવો સહિતના વિસયો પર લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષણ ખાતાના અધિકારીઓ અને ચીફ ઓફિસર દ્વારા જાણકારી અપાય હતી સાથે જાગૃતિ માટે ની કીટ માં કેપ,ટી શર્ટ અને પેમ્પલેટ સાથે માહિતી આપતી પુસ્તિકાનું વિતરણ પણ કરાયું હતું અંતમાં અલગ અલગ વિસ્તારોમાં જાગૃતિ ની જાણકારી આપવા વોલન્ટીયરો ની પણ વહેચણી કરવામાં આવી હતી આ વોલન્ટીયરો અલગ અલગ વિસ્તારો માં ઘરે ઘરે ફરી પેમ્પલેટો આપી જળ બચાવો સહિતની તમામ જાણકારી આપવા માટે તૈયાર કરાયા છે અને એ આ અભિયાન ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા ફિલ્ડ માં ફરશે એમ ચીફ ઓફિસર શાહ એ જણાવ્યું હતું .
રાજપીપળા નગર પાલિકા દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત જળ બચાાવો પર સેેમિનાર યોજાયોો
Advertisement