શાંતીપૂર્વક ઘંઘા-રોજગાર ન કરવા દેવામાં આવે તો વેપારીઓ ની આંદોલન ની ચીમકી…
રાજકીય વગ ઘરાવતા વ્યકિત ના ઇશારે વેપારીઓ ને હટાવી રોજીરોટી છીનવવાનો પ્રયાસ -સુત્ર
વિરમગામ ટાઉન પી.આઇ. એ ટાવર ચોક વેપારીઓ ને પોતના ઘંઘા-રોજગાર હટાવવાનું કહેતા ટાવર શ્રમિજીવી એસોસિએશન દ્રારા વિરમગામ નાયબ પોલીસ અઘિક્ષક અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું.
વિરમગામ ટાઉન પોલીસ મથકના પીઆઇ એ ટાવર ચોક પાસે આવેલાં લારી ગલ્લા ચલાવી ઘંઘો-રોજગાર કરી ગુજરાન ચલાવતા વેપારીઓ ને થોડા સમય પહેલા ટાવર ચોક પાસે ટ્રાફીક ને લઇને ઘંઘારોજગાર હટાવવા નુ કહેતા છેલ્લા દિવસોથી વેપારીઓએ ઘંઘો બંઘ રાખ્યાં હતાં આજરોજ વિરમગામ ટાવર શ્રમિજીવી એસોસિએશન દ્રારા વિરમગામ નાયબ પોલીસ અઘિક્ષક અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વિરમગામ ટાવર એસોસિએશન ના 21 વેપારીઓ છેલ્લા 40 વર્ષોથી પોતના ઘંઘા રોજગાર ચલાવતા હોય થોડા સમય પહેલા વિરમગામ ટાઉન પીઆઇ દ્વારા વેપાર ઘંઘા હટાવી લેવાનુ મૌખિક રીતે કહેલ ઉલ્લેખનીય છે કે આ વેપારી ઓ છેલ્લા 40 વર્ષોથી પોતાના ઘંઘારોજગાર ચાલવી પરીવારનુ ગુજરાન કરે છે. અને વઘુમાં જણાવ્યું હતું કે અમો કોઇને અડચણ રૂપ બન્યા નથી વઘુમાં આવેદનપત્ર મા જણાવ્યું હતું કે વિરમગામ ટાઉન પીઆઇ દ્વારા વેપાર ઘંઘા હટાવી લેવાનુ કહેતાં તાજેતરમાં 4 દિવસ પહેલા ઇકબાલ સતારભાઇ મેમણ માનસીક તણાવ થી મૃત્યું પામ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તમામ વેપારી ઓ શાંતિપૂર્વક ઘંઘારોજગાર કરવા દો તેવી વિનંતી સાથે વિરમગામ નાયબ પોલીસ અઘિક્ષક અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું. આ બાબતે યોગ્ય ન્યાય ન મળેતો ગાંઘીચિઘ્યા માર્ગે આંદોલન ની ચીમકી ટાવર શ્રમિજીવી વેપારી એસોસિએશન દ્રારા આપવામાં આવી છે.વિશ્ર્વાસ પાત્ર સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર એક રાજકીય આગેવાન ના કહેવાથી વિરમગામ ટાઉન પીઆઇ દ્વારા વેપાર ઘંઘા હટાવી લેવાનુ મૌખિક રીતે કહેવામાં આવ્યું છે.
:-રિપોર્ટ- પીયૂષ ગજ્જર, વિરમગામ