અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.ભડકોદ્રા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 189/13માં આ જથ્થો પડેલો હતો. ખેતરના માલિક બાબુભાઈ હરિભાઈ પટેલ ખેતરમાં ગયા ત્યારે તેમને આ જથ્થો જોવા મળ્યો હતો. ખેતર તેમજ રોડની આજુબાજુમાં ૬૦ જેટલી પ્લાસ્ટિક બેગો પડેલી હતી.જેની અત્યંત દુર્ગંધ આવી રહી હતી.આ અંગે ખેડૂતે જીપીસીબીને જાણ કરી હતી.છતાં કોઈપણ અધિકારી તપાસ માટે આવ્યા ના હતા.આ વેસ્ટ પર દહેજ જીઆઇડીસીની અજંતા ફાર્માસ્યુટિકલ ના સ્ટીકરો હતા.આ મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું છે તેની તપાસ કરવામાં આવે.તેવી માંગ ખેતર માલિકના પુત્ર કિરણ પટેલે કરી છે.અગાઉ પણ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા કેમિકલ વેસ્ટ નાખવામાં આવતો હતો.થોડા સમય માટે આ પ્રવૃત્તિ અટકી ગઈ હતી.પરંતુ તે ફરીવાર ચાલુ થઇ છે.જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.જી.પી.સી.બી પણ આ મામલે કાર્યવાહી કરવામાં આળસ દાખવી રહ્યું છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાંથી કેમીકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો
Advertisement