ઝઘડિયા જી.આઈ.ડી.સીની બે કંપનીઓએ પોતાના અંગત કામ માટે જાહેરરસ્તો બંધ કરી દીધો:કોઈપણ સલામતી વિના હાઇડ્રોજન ટાવર ઉભો કરવાનું કામ કર્યું———————————————————-
ઝઘડિયાયુ.પી.એલ અને શ્રી રામ ડી.સી.એમ કંપનીએ પોતાના અંગત કામ માટે લોકોને મુશ્કેલીમાં મુક્યાં હતા.ગુરુવારે આ બે કંપની વચ્ચે હાઇડ્રોજન ટાવરથી વાયર લંબાવવાનું કામ થઈ રહ્યું હતું.જેના માટે કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે સવાલ ઉભો થયો છે.એટલું જ નહીં પોતાના અંગતકામ માટે આ કંપનીના સંચાલકોએ આખો દિવસ બે કંપની વચ્ચેનો સરકારી રોડ બ્લોક કરી દીધો હતો.જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.વાહનો અને લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી.જેના કારણે લારી ગલ્લાવાળા લોકોની રોજગારી પર અસર પડી હતી.આ કામગીરી જોખમરૂપ હતી.જો કોઈ ચૂક રહે તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેવી સંભાવના હતી.તેમ છતાં ફાયરના કે અન્ય કોઈ સલામતીની સાધનો નહીં રાખી બેદરકારી દાખવી હતી.કોઈ પણ જાહેરનામા કે પરવાનગી વગર રોડ બંધ કરનાર કંપનીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ થાય અથવા દંડતામક પગલાં ભરાય તેવી પ્રચંડ માંગ ઉઠી રહી છે.આ સાથે હાઇડ્રોજન ટાવરના કારણે પર્યાવરણ સામે પણ સવાલો ઉભા થયા છે.આ કામ માટે કંપની સંચાલકોએ જી.ઇ.બી માંથી કોઈ પરવાનગી લીધી નથી તેવી ચર્ચા થઈ રહી છે.જેથી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.