સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી સાંજ બાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ ધૂલીયા ને મળેલ બાતમી મુજબ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાંથી ટ્રક MP 09 HF5827 ભરી વિદેશી દારૂ ઝબ્બે કર્યો હતો. લસણની ગુણની આડમાં લઈ જવાતાં રૂ. 18.77 લાખના દારૂ અને ટ્રક સહિત પૉલિસે કુલ રૂ. 27.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ડીએસપી દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ અને ઝીરો ટોલરન્સની નીતિને કારણે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન એલર્ટ છે જેના પરિણામ સ્વરૂપે ગત સપ્તાહે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનને ટ્રક ભરી દારૂ પકડી પડ્યો અને હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને વિદેશ દારૂ ની ટ્રક ઝડપી ત્યારે ખરેખર ભરૂચ જિલ્લા પોલીસની કામગીરી સરાહનીય કહી શકાય.
જો કે બીજી તરફ આશ્ચર્યની વાત એ પણ છે કે અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. જીઆઈડીસી અને તાલુકા પૉલિસ ટ્રકો ભરી ભરીને દારૂ પકડે છે ત્યારે શહેરમાં પંચાટીબજારનાં પાંજરાપોળ વિસ્તારમાં દારૂના વેચાણ ધમધમે છે. અન્ય વિસ્તારોમાં પણ દારૂ છૂટથી વેચાય છે. ત્યારે શહેર પૉલિસપી નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે.