પાનમકેનાલમા પાણી પીવા ગયેલા પગ લપસતા ડુબતા યુવાનને બે યુવકોએ કેનાલમાં ઝંપલાવી બચાવ્યો. જુઓ વિડીયો …
(વિજય સિંહ સોલંકી,શહેરા)મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ પાસેથી પાનમ સિંચાઈ યોજનાની મેઈન કેનાલમા પાણી પીવા ગયેલા યુવાનનો પગ લપસતા કેનાલમા તણાવા લાગ્યો હતો.અને તે વખતે લગ્ન પ્રંસગમાથી પાછા ફરતા બે યુવાનો એ જોઇ લેતા કેનાલમા કુદીને તેમનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડા તાલુકાના સાતતલાવ ગામ પાસેથી પાનમ યોજનાની કેનાલ પસાર થાય છે.જેમા હાલ છલોછલ પાણી ભરેલુ છે.ત્યારે ઉનાળાની ધોમધગતી ગરમીમાં તરસ છીપાવા કેનાલમા પાણી પીવા ગયેલા એક યુવાનનો પગ લપસતા સીધો કેનાલમા ખાબકયો હતો.પાણીનો વધારે પ્રવાહ હોવાને કારણે તે યુવાન કેનાલમા તણાવા લાગ્યો હતો.બચાવો બચાવોની બુમો પાડવા લાગ્યો હતો.તે સમયે બલુજીના મુવાડા ગામના બે યુવકો અરવિંદભાઇ અને બળવંતસિંહ લગ્ન લગ્ન પ્રસંગ પતાવીને પાછા આવી રહ્યા હતા.ત્યારે અચાનક તેમની નજર કેનાલમા પડેલા યુવાન પર પડતા દોટ મુકી હતી.તેમની અને અરવિંદભાઈએ સીધો કુદકો મારી પેલા યુવાનને પકડી લીધો હતો.અને બળવંતભાઈએ ચાદર નાખી તેમને પકડી બહાર કાઢયા હતા.આમ બલુજીના મુવાડા ગામના આ બે યુવાનોની સજાગતાને કારણે એક વ્યક્તિનો જીવ જતા જતા બચ્યો હતો અને મોતના મુખમાથી પાછો ફર્યો હતો.અત્રે નોંધનીય છે. આ પાનમ કેનાલમાં કાંઠા ગામના પિતાપુત્રના ડુબી જવાથી મોત થયુ હતુ.પુત્રવધુનો બચાવ થયો હતો.