– સમુહ લગ્નોત્સવમા 16 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા
ન્યૂઝ. વિરમગામ
તસવીર:- વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ખાતે જય ભીમ સમૂહલગ્ન સમિતી દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નોત્સવમા 16 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ શુભ પ્રસંગે સમુહ લગ્નોત્સવમા નવદંપતિઓને વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, સામાજિક સમૂહ લગ્ન એ આપણા સમાજ માટે એક પવિત્ર યજ્ઞ છે. સમુહલગ્નમાં ઉપસ્થિત સર્વે 16 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. ઉમદા આદર્શવાદી વિચારો સાથે સમાજની સંસ્કૃતિના સંવર્ધન માટે જાગૃત સમૂહ લગ્નનું આયોજન કરનાર સર્વે આયોજકોને અભિનંદન પાઠવું છું.