Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી…

Share

 પીયૂષ ગજ્જર,વિરમગામ )
–     વિરમગામ પત્રકાર સંઘ દ્વારા પ્રાન્ત અધિકારી, મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યુ
 
–     પોલીસ કર્મચારીઓને તેમની ફરજનું ભાન કરાવવામાં આવે કે ફરી કોઈપણ નિર્દોષ પત્રકારો પર અત્યાચાર ન થાય તે માટે વિરમગામ પત્રકાર સંઘની માંગણી
 
 
        ગાંધીધામમાં 1 લી મેં 2018 ના રોજ ઓસ્લો સર્કલ ખાતે થઇ રહેલ વિરોધ પ્રદર્શન દરમ્યાન બી-ડિવિઝનના પી.એસ.આઈ વાઢેર તથા અન્ય કેટલાક પોલીસ કર્મી ઓએ આ બનાવનું કવરેજ કરતા પત્રકારો પર કોઈ અંગત દાઝ ઉતારતા હોય તેવી રીતે પત્રકારો પર લાઠી ચાર્જ કર્યો હતો અને પત્રકારો સાથે ઉદ્ધતાઈ ભર્યું વલણ દાખવ્યું હતું ત્યાર બાદ નિર્દોષ પત્રકારો- ફોટોગ્રાફરો પર પગલાં ભરીને રીઢા ગુનેગારની જેમ લાઠીઓ વર્ષાવી ને પોલીસ મથકે બેસાડી દીધા હતા તો પોતાની ફરજ બજાવી રહેલા આ પત્રકારને છોડાવા ગયેલા અન્ય પત્રકારો સામે પણ પી.એસ.આઈ વાઢેર એ અપમાન જનક ભાષા વાપરીને પત્રકારોની સ્વતંત્રતા નું હનન કર્યુ હતુ. આ ઘટનાના સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વિરમગામ પત્રકાર સંઘ દ્વારા શનિવારે પ્રાન્ત ઓફિસર તથા મામલતદારને આવેદન પત્ર આપીને ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ આવેદન પત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા નાયબ પોલીસ અધિક્ષકને પણ મોકલવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિરમગામ પત્રકાર સંઘના પ્રમુખ પીયૂષ ગજ્જર મહામંત્રી, નવિનચન્દ્ર મહેતા, સભ્યો જયદીપ પાઠક, ગોવિંદ પનારા, આશુતોષ મહેતા,મુન્ના વોરા, ઇમરાન મંડલી, વિરેશ પરમાર સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
        વિરમગામ પત્રકાર સંઘ દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, ગાંધીધામ ખાતે પત્રકારો પર લાઠીચાર્જ કરનારા આ પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વિરમગામ તાલુકા પત્રકાર  સંઘના પત્રકારો દ્વારા માંગ કરવામાં આવે છે. પી.એસ.આઈ વાઢેરને કંટેમ્પટ ઓફ કોર્ટ ના ગુનેગાર ગણી ને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવે અને અન્ય જવાબદાર પોલીસકર્મીઓને સજા પાત્ર જેવી જગ્યા પર તેમજ અન્ય સજામુક્ત પોલીસ મથકોમાં બદલી આપવામાં આવે તેવી પત્રકારો દ્વારા માંગણી કરાઈ છે. સામાન્ય રીતે પોલીસ અને પત્રકારો એકબીજા સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકારોનું સમાજ માટે દર્પણ સમાન છે અને કોઈ પણ ગુનાહિત કૃત્ય ખુલ્લું પાડવાની પત્રકાર ની પ્રથમ કામગીરી છે ત્યારે તેમના પર હુમલો કરનારા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને તેમની ફરજનું ભાન કરાવવામાં આવે કે ફરી કોઈપણ નિર્દોષ પત્રકારો પર અત્યાચાર ન કરાય તેવી ઉગ્ર માંગ વિરમગામ તાલુકા પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં અવારનવાર પત્રકારો સાથે પોલીસ દ્વારા ઉધ્ધત વર્તન કરવાના બનાવો બની રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પત્રકારો સાથે આવા બનાવો ન બને તેની તકેદારી રાખવા તાકીદ કરવામાં આવે છે.

Share

Related posts

રૂપિયા એક કરોડના ખર્ચે ઉંમરગામ તાલુકાના દેહરી ખાતે બનેલ સરકારી હોસ્પિટલ નું લોકાર્પણ :સ્નાનિકો માં ખુશી લહેર રૂપિયા એક કરોડના ખર્ચે ઉંમરગામ તાલુકાના દેહરી ખાતે બનેલ સરકારી હોસ્પિટલ નું લોકાર્પણ :સ્નાનિકો માં ખુશી લહેર

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન ખાતે બેઠક તેમજ છાંયડા માટે શેડ નો અભાવ.

ProudOfGujarat

“વિશ્વ પર્યાવરણ દિવસ 2023 પર સીરત કપૂર કહે છે”, “આપણે યાદ રાખવું જોઈએ કે પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ નથી તે આપણા રોજિંદા જીવનનો એક મૂલ્યવાન ભાગ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!