માં નર્મદા ના સંતાન સમાન ભરૂચ શહેર ના લોકો ને ભર ઉનાળા ના સમય માં પાણી ની તંગી અવાર નવાર લોકો માં જોવા મળતી આવી છે. છેલ્લા કેટલાય સમય થી પાણી વગર વલખા મારતા વોર્ડ નંબર ૧૦ ના મુસ્લીમ ચુનારવાડ ના રહીશો આજ રોજ આખરે કંટાળી ભરૂચ નગર પાલિકા ખાતે ઢસી જઇ વિપક્ષ ના સભ્ય સમસાદ અલી .હેમેદ્ર કોઠીવાલા. ઈબ્રાહીમ કલકલ ની આગેવાની માં ઉગ્ર રજૂઆત કરી હતી. ચુનારવાડ વિસ્તાર ના રહીશોએ કરેલા આક્ષેપો મુજબ ભરૂચ નગર પાલિકા ના કર્મચારીઓ અને કેટલાક લોકો આ વિસ્તાર સાથે ભેદભાવ ભરી નીતિ અપનાવે છે…. અને અવાર નવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર ના લોકો ને આજે પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ભરૂચ નગર પાલિકા ખાતે ઢસી આવેલા ચુનારવાડ વિસ્તાર ના રહીશો એ પાલિકા ના વોટર વર્કસ વિભાગ તેમજ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તેઓના વિસ્તાર માં વહેલી તકે પાણી ની સમસ્યા નો નિરાકરણ લાવે તેવી માંગ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી વગર ની ભરૂચ નગર પાલિકા માં નર્મદા નદી ના તટે માત્ર ૧૧ વોર્ડ ની વસ્તી ધરાવતા વિસ્તાર ના કેટલાક વિસ્તારો માં આજે પણ પાણી પહોંચાડી નથી શકતા તે બાબત ખરે ખર ભરૂચ ખાતે પ્રજા ના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે શરમ રૂપી કહી શકાય તેમ છે…….