Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામના ચંદ્રનગર ગામે નૂતન રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

Share

 

– પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ધર્મસભામાં સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશિર્વચન આપ્યા

Advertisement

– ચંદ્રનગર ગામે તારીખ 4 થી 6 મે 2018 સુધી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નૂતન રામદેમંદીરે આયોજન. વિરમગામ તાલુકાના ચન્દ્રનગર મધ્યે ચાર દાયકાથી બિરાજમાન પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામચન્દ્ર ભગવાન સહિત અન્ય દેવ સ્વરૂપો નીજ મંદિરનો જીર્ણોધ્ધાર થકી નવ્ય ભવ્ય દિવ્ય નવનિર્મિત દેવાલયો પુનઃપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સનાતન ધર્મ તેમજ વૈદિક સંસ્કૃતિ મુજબના મંદિર નિર્માણ પરંપરાને આગળ ધપાવતા ચન્દ્રનગર ગામના દેવાલયના મધ્ય ગૃહે શ્રી રામચન્દ્ર ભગવાન, શ્રી જાનકી માતા તથા શ્રી લક્ષ્મણજી મહારાજ તેમજ શ્રી ગરૂડજી તથા મધ્યગૃહના અગ્ર ભાગે શ્રી ગણપતિજી તથા શ્રી હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપોના અવતરણ સ્થાપિત થશે.

ચન્દ્રનગર ખાતે જીર્ણોધ્ધાર થકી નવનિર્મિત દેવાલયના પુનઃપ્રતિષ્ઠા મહોત્સવનો શુક્રવારે શાસ્ત્રોક્ત વિધીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિરમગામના રામમહોલ મંદિરના મહંતશ્રી રામકુમારદાસજી મહારાજ સહિત અનેક સંતો મહંતોએ પધરામણી કરી હતી અને આશિર્વચન આપ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવમાં ચન્દ્રનગર ગામ સહિત આસપાસના ગામના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સહભાગી થઇ રહ્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે તારીખ 4 થી 6 મે 2018 સુધી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નૂતન રામદેમંદીરે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતભરમાંથી સંતો મહંતો રાજકીય વ્યક્તિઓ અધિકારીગણ પ્રતિષ્ઠામાં પધારી રહ્યા છે. ત્રણેય દિવસ બહારગામથી મોટી સંખ્યામાં મહેમાનો પધારશે અને ભકતો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના એક ગામ માં થયેલ ગ઼ેંગ રેપ મામલા અંગે ની તપાસ માં ગુજરાત મહિલા આયોગ ની એક ટિમ આવી પહોંચી હતી……..

ProudOfGujarat

ભાલોદ નર્મદા નદીમાં તણાઇને આવેલો ૭૦ વર્ષના જણાતા માણસનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!