Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલીની આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસ લીકેજથી ૩ કામદારોના મૌત……

Share

                                      

ચાર ગંભીર કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયાં……….

અગાઉ પણ આ જ કંપનીમાં થયો હતો ગેસ લીકેજ……..

પાનોલી સ્થિત આર.એસ.પી.એલ કંપનીમાં પુંનઃ  એકવાર  ગેસ  લીકેજની દુર્ઘટનાએ ત્રણ કામદારોનો ભોગ લીધો છે તથા  ગંભીર અસર થઇ છે…

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી જી.આઇ.ડી.સી.માં પ્લોટ નં-૨૨૩ ખાતે આવેલ રિસાયકલિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ-આર.એસ.પી.એલ.કંપનીમાં ગેસ લીકેજની ગંભીર દુર્ઘાટના સર્જાઇ હતી.ગુરુવાર ની વહેલી સવારે આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસલીકેજની આ દુર્ઘટના સર્જાય ત્યારે પાંચ જેટલા કામદારો ઘતના સ્થળે હતા. આ કમનસીબ ઘતનામાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ સંજાલી ગામે મહારાજા નગરમા રેહતાં 20 વર્ષીય દિનેશ કુશ્વાહા, મહેશ કુશ્વાહા તેમ જ જામનગર ના રહીશ 30  વર્ષીય ભાસ્કર વિજયભાઇ નકુમ ને ઝેરી ગેસ લાગતાં ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતાં જ્યારે વિક્રમ વાઘેલા, અશ્વિન કુમાર, રામકિશોર યાદવ તથા સુનિલ પન્નાલાલ ને ગેસ ની અસર થતા બંનેને ગંભીર હાલત મા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે પૈકી અશ્વિન પરમાર હાલ પણ ગંભીર છે જ્યારે અન્ય ત્રણ ને રજા અપાઇ છે આર.એસ.પી.એલ કંપની બહાર થી વેસ્ટ લાવીને તેનું રિસાયકલિંગ કરતું એકમ છે બહારથી આવતો વેસ્ટ અનલોડિંગ કરતી વખતે આ ઘતના બની હતી ત્યારે કંપનીની કામદારો પ્રત્યેની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ આજ કમનીમાં ગેસલીકેજની આવી ઘટનામાં 9 કામદારો ને અસર થય હતી.

દરમિયાન ઘટનાની જાણ થતાં જ અંક્લેશ્વર તાલુકા પી.આઇ. સહીત નો પોલિસ કાફલો ઘતના સ્થરે દોડી ગયો હતો. હાલ તુરંત કયો ગેસ લાગ્યો એ અંગે કોઇ સફાઇ કંપની તરફથી આપવામાં આવી નથી. આ આખીય ઘટના ની તપાસ એફે.એસ.એલ દ્વારા કરાય એ દિશામાં ચક્ર ગતિમાન કરયાં છે. આ અંગે અંક્લેશ્વર તાલુકા પી.આઇ. વડુકરે જણાવ્યું હતુ કે હાલ આ ઘટના અંગે અકસ્માત મોતનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

બીજી તરફ આ સમગ્ર ઘટના અંગે કંપનીની સ્થળ મુલાકાતે ગયેલા ફેક્ટ્રી ઇનસ્પેક્ટર એસ.પી.પાઠકે જણાવ્યુ હતુ કે સમગ્ર ઘટનાની ઊંડી અને તલસ્પર્શી તપાસ હાથ ધરશે અને કંપની સંચલાકો દોષ હશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે. મૃતકો તેમજ અસર ગ્રસ્તોને વળતર માટે પણ તેમણે બાહેધરી આપી હતી. બીજી તરફ આ ઘટનાના પગલે જિલ્લા કલેકટર રવિ અરોરાએ તાત્કાલિક અસરથી યુનિટ બંધ કરવા આદેશ આપી દિધા છે. સમગ્ર ઉધોગ જગતમા આ ઘટનાના પગલે ખળભળાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આવી કેટલીક કંપનીઓ સુરક્ષા ઓ સલામતીની ગંભીર બાબતને અવગણતી હોય છે. ત્યારે એ દિશામા તપાસ અને કડક પગલા જરૂરી છે. ૩૦ વર્ષના યુવાનોના મૌત બાદ હવે ફેકટ્રી ઈન્સપેકટર્સ એકશનમા આવે એવી વ્યાપક માંગ પણ ઉઠી રહી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની બદલી થતા વિદાય-સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક ગ્રીનપાર્ક સોસાયટીમાં વહેલી સવારે જ તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતા ખળભળાટ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનાં કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!