વિજયસિંહ સોલંકી, લુણાવાડા,
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા મુકામે ગ્રામ સ્વરાજ અભિયાન ” નિમિતે કિસાન કલ્યાણ મહોત્સવ અંતર્ગત વેલણવાડા/લુણાવાડા મુકામે પશુઆરોગ્ય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેનું વિધાનસભા ગુ.રા.ગાંધીનગર ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે અને મહાનુભાવો જીલ્લા કલેકટર વિજયસિંહ વાઘેલા , જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિ., ભાજપા પ્રમુખ જે.પી.પટેલ, અન્ય પદાધિકારીઓ તથા જીલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ. એમ.જી.ચાવડા અને જીલ્લા ખેતીવાડી અધિકારી જિંદાલની ઉપસ્થિતિમાં ગૌ માતાનું પુજન કરી પશુઆરોગ્ય મેળાને ખુલ્લો મુકયો હતો બાદ પશુપાલન પ્રદર્શનનું બારીકાઈથી નિરીક્ષણ કરી પશુપાલકો માટેની વિવિધ સહાયકારી યોજનાઓની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.સદર પશુઆરોગ્ય મેળામાં પશુઓનું ગળસુંઢાં વિરોધી રસીકરણ, કૃમિનિવારણ, શસ્ત્રક્રિયા, વંધ્યત્વ નિવારણ, તથા અન્ય તમામ પ્રકારની બીમારીના કુલ ૭૬૫ પશુઓની સારવાર આપી સફળ આયોજન કરવામાં આવ્યું જેનો જિલ્લાના પશુપાલકોએ લાભ લીધો હતો