યુ.એસ ગ્રેઈન્સ કાઉન્સીલ એ અમેરીકામા સ્થીત વિવિધ સહકારી સંસ્થાઓની એપેક્ષ સંસ્થા છે. જેના સભ્યો વિવિધ સહકારી સંસ્થાઓ છે કે જે ખેતી સાથે સીધી રીતે સંકળાયેલી સંસ્થા છે. તેઓના ઉત્પાદન જેવા કે અનાજ અને તેમાથી બનતા ઈથેનોલના પ્રચાર અર્થે યુ.એસ ગ્રેઈન્સ કાઉન્સીલરના સભ્યો વીલ્નસ, એલેજન્ડ્રા, ડેનીયેલસન કેસ્ટીલો અને અમીત સચદેવ દ્રારા આજ રોજ તા. ૦૧-૦૫-૨૦૧૮ ના રોજ ગણેશ સુગરની મુલાકાત લીધી હતી અને સંસ્થાના ચેરમેન સંદિપ માંગરોલા, મેનજીંગ ડાયરેકટર બનેસિંહ ડોડીયા અને ચીફ એકાઉન્ટન્ડ એન.કે સોલંકી સાથે ચર્ચા કરી અમેરીકા તેમજ ભારતના ખેડુતોની પ્રવર્તમાન પરિસ્થીતીની અપીલ કરી હતી. ગણેશ સુગર વટારીયા આયાતી ઈથેનોલના કામકાજ સામેલ હોવાથી ઉપરોકત અમેરીકન પ્રતિનિધીઓએ ગણેશ સુગરની મુલાકાત બાબતે ખુશી વ્યકત કરી હતી તેમજ ભવિષ્યના ઈથેનોલ અંગે આયોજનો ઉપર ચર્ચા કરી હતી. વધુમા અનાજ ( મકાઈ ) માથી બનતા ઈથેનોલના વપરાશની શક્યતાઓ પણ તેઓએ તપાસી હતી અને સંસ્થાના ડીસ્ટીલરી પ્લાન્ટની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કાર્યો હતો.