વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી મામલતદાર કચેરીની નવી ઈમારતનું બાંધકામ ચાલુ છે.હાલ પુરતી શહેરા માર્કેટીંગ યાર્ડ ખાતે કચેરી ખસેડવામા આવી છે.જે બસ સ્ટેશનથી સવા કિમી જેટલી દુર છે.ત્યારે ઉનાળાનો આકરો તાપ દઝાડી રહ્યો છે.સરકારી દાખલાઓ,જમીનઉતારાની નકલો કે પછી અન્ય કામકાજ માટે હવે માર્કેટીંગ યાર્ડ આવુ પડે છે.આ કામચલાઉ કચેરી ખાતે પીવાના પાણીની સગવડ ન હોવાની બુમો ઉઠવા પામી હતી.પાણીના બોટલ ઘરેથી ભરી લાવા પડતા હતા કે પછી પાઉચ ખરીદવા પડતા હતા.
ઉનાળો તેની ચરમસીમાએ છે. ઘણીવાર દાખલાઓ માટે ફોટા પડાવવા લાબી લાઇનમાં ઉભુ રહેવુ પડતુ હોય છે.ત્યારે તરસ પણ લાગે છે.અહી પાણીની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ ઉઠી હતી.ત્યારે હવે તેના પગલે પીવાનુ ઠંડુ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા આરો પ્લાન્ટ સાથે વોટરકુલર મુકવામા આવતા અહી કામકાજે આવતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.