વિજપસિંહ સોલંકી,ગોધરા
પંચમહાલ જીલ્લાના સાત તાલુકા ના ૫૩૫ ગામના તળાવો ઉંડા કરવાની સુજલામ સુફલામ જળ અભિયાન ૧ મે થી ૩૧ મે-૨૦૧૮ દરમ્યના હાથ ધરવામાં આવશે. જેના ભાગ‚ કાલોલ તાલુકાના વેજલપુર મોટા તળાવમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારો માટે કામગીરી પ્રારંભ ૧મેના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં હાથ ધરાશે.પંચમહાલ જીલ્લામાં આજથી૩૧ મે-૨૦૧૮ દરમ્યાન સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાંઆવશે. આ અભિયાન દરમ્યાન જીલ્લાના સાત તાલુકાના ૫૩૫ જેટલા ગામ તળાવોનું સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થાઓ તેમજ મનરેગા યોજના હેઠળ ઉંડા કરવામાં આવશે. જીલ્લામાં જળ અભિયાન હેઠળ ગામ તળાવોને ઉંડા કરવા તેમજ ચેકડેમ રીસીલ્ટીંની વિવિધ કામો સંપૂર્ણ પારદર્શી અને અસરકારક રીતે થાય તે જોવા માટે અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક જળ અભિયાન હેઠળ હાથ ધરનાર તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરુ આયોજન ધડી કાઢવા આવ્યું છે. અને જીલ્લામાં અત્યાર સુધી ઉંડા ન થયા હોય તેવા તળાવો ઉંડા કરવાનું સૂચન કર્યું હતું.