કરોડો રૂ. ના કામોની લોકાર્પણ તેમજ ખાતમુહર્ત વિધી યોજાઈ….
ગુજરાત સ્થાપના દિનની વધાઈ આપી.
સોમવારે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહર્ત વિધિમા ભાગ લીધો હતો. સવારે સૌપ્રથમ નીતીન પટેલે અંકલેશ્વર ના પૌરાણિક રામકુંડ તીર્થ ખાતે આવી પહોંચ્યા હતા અને રામકુંડ ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ક્ષિપ્રા ગણેશ મંદિર, માંડેશ્વર મહાદેવ અને નર્મદા માતાના મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. અહીં તેઓએ રૂ.૩૨ લાખ ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો ખાતમુહર્ત વિધિમા ભાગલીધો હતો. ત્યાથી તેઓએ ભરૂચીનાકા થી દીવા રોડ થઈ નર્મદા નદી સુધીની વરસાદી પાણીના નિકાલની રૂ.૯૨ લાખના ખર્ચે તૈયાર થનારી ડ્રેનેજ લાઈન ની ખાતમુહર્ત વિધી કરી હતી. આ ઉપરાંત જવાહર બાગની સામે નવનિર્મિત સ્ટેચ્યુ પાર્ક તથા ત્રણ રસ્તા, જીનવાલા અને ભરૂચી નાકે નવનિર્મિત ત્રણ સર્કલ ની લોકાર્પણ વિધી કરી હતી. માં શારદા ભુવન ખાતે તેઓએ નગરજનોને સંબોધ્યા હતા. તેમણે નગરજનોને ગુજરાત સ્થાપના દિનની વધાઈ આપી હતી અને અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમોમા અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ સહિત પાલિકાના સભ્યો, અધિકારીઓ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, પાલિકા ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, નાયબ કલેકટર રમેશ ભવોરા સહિત મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.