મૂળ ઉત્તર પ્રદેશના પંકજ યાદવે યુ.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી છે.પંકજ હાલમાં અંકલેશ્વરમાં પોતાના પરિવાર સાથે રહે છે.અને સી.આઈ. એસ.એફમાં આસીટન્ટ કમાન્ડર તરીકે સેવા બજાવે છે.હવે પંકજ યાદવ આઈ.એ.એસ તરીકે દેશની સેવા કરશે.તેમની આ સફળતાથી પરિવાર અને મિત્ર વર્તુળમાં આનંદની લહેર ફરી વળે છે.
પંકજ યાદવ છેલ્લા ત્રણ વરસથી અંકલેશ્વર ઓ.એન.જી.સી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવે છે.આ જવાબદારી સાથે તેઓ છેલ્લા પાંચ ટર્મથી યુ.પી.એસ.સીની એકઝામ આપી રહ્યા હતા.પરંતુ તેઓએ નાસીપાસ થયા વિના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.છઠ્ઠા પ્રયત્નમાં તેમને સફળતા મળી છે.અને સખત મહેનતના અંતે તેઓએ યુ.પી.એસ.સી પરીક્ષા પાસ કરી છે.
પંકજ યાદવના પરિવારના સભ્યો પણ દેશ સેવા સાથે જોડાયેલા છે.તેમના પિતા પણ આર્મીમાં હતા. મેજર તરીકે રીટાયર્ડ થઇ ચૂક્યા છે.મોટાભાઈ નીરજ યાદવ પણ આર્મીમાં કમાન્ડર છે.હાલમાં પંજાબમાં તેમનું પોસ્ટીંગ છે. તેમના બેન રિનકુ યાદવ ડોક્ટર તરીકે લખનૌ સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે.
પંકજ યાદવ કહેવું છે આ સર્વિસમાં જોડાયા બાદ લોકોનું કામ કરવું છે. સરકારની યોજનાઓનો લોકો સુધી પહોંચાડીશ. પોતાને ટીચિંગ તેમ જ ટ્રાવેલિંગનો શોખ છે. અંકલેશ્વર તાલુકાના આંબોલિબોદરા ગામ ખાતે સ્કૂલો સમય મળે ત્યારે બાળકોને અભ્યાસ કરવા જાય છે.
અંકેલશ્વર ઓ.એન.જી.સીમાં ચોરી અટકાવવા એમનો ઘણો સિંહફાળો હતો. હવે જ્યારે આઈ.એ.એસ થઇ તરીકે પોતાના વતન ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં સેવા કરવાની ઈચ્છા દર્શાવી છે.હાલમાં તેઓ મસૂરી ખાતે ટ્રેનિંગમાં જવાના છે. પંકજ યાદવની પત્ની સીમા યાદવ કહેવું છે કે મારા પતિ આઈ.એ.એસ થઈ ગયા છે.જેનાથી મને ખૂબ જ ખુશી થઈ છે . પંકજ યાદવે ગર્વ અનુભવતા કહ્યું હતું કે,મારા માતા-પિતા અને ભાઇ-બહેનની હિંમતથી હું આ મુકામ સુધી પહોંચી શક્યો છું.