Proud of Gujarat
FeaturedGujaratINDIA

નિવૃતિ બાદ પ્રવૃતિમય જીવનગાળી કેન્વાસ પર 500 થી વઘુ પક્ષીઓના અને 1000 પોસ્ટ કાર્ડ પર અદ્ભૂત પેઇન્ટિંગ બનાવનાર નિવૃત્ત શિક્ષક રતિલાલ મંડલી

Share

નિવૃત શિક્ષકે પોસ્ટ કાર્ડ પર 1000 થી વઘુ ચિત્રો પેઇન્ટિંગ કર્યા…  અમદાવાદ ખાતે અસંખ્ય વાર એક્ઝિબેશન મા પેઇન્ટિંગ મુકાયા…

    
પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.
     
    સામાન્ય રીતે સરકારી અધિકારી કે કર્મચારી વય નિવૃત થયા પછી પરીવારની સાથે
રહીને આરામ કરવાનું વધુ પસંદ કરતા હોય છે પરંતુ મુળ માંડલ ગામના વતની અને
હાલ અમદાવાદ ખાતે રહેતા રતિલાલ મંડલીએ નિવૃત શિક્ષકે અનોખી પ્રવૃતિ શરૂ
કરી છે..દિવસના 8-9 કલાક તેઓ અવનવા પેઇન્ટિંગ બનાવવામાં પુરતો સમય આપે
છે. મૂળ માંડલ અને દસક્રોઇ ના ભુલાવડી શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવનાર
હાલ નિવૃત્ત દરમ્યાન રતીલાલ મંડલી એ 1000 થી વઘુ પોસ્ટકાર્ડ પર પેઇન્ટિંગ
કર્યા ઉપરાંત 500 થી વઘુ સમગ્ર વિશ્ર્વના પક્ષીઓ ના કેન્વાસ પર પેઇન્ટિંગ
બનાવ્યા છે તમેજ કવિકાલીદાસ ના મેઘદૂત,રવિન્દ્રનાથ ટાગોર ના ગીતાજંલી પર
ભગવાન મહાદેવ ,પુરષોતમ ભગવાન શ્રી રામ પર સહિત 200 થી વઘુ પેઇન્ટિંગ
બનાવ્યા છે. ઉલ્લેખનીય છે. અમદાવાદ ખાતે અસંખ્ય વાર એક્ઝિબેશન મા
પેઇન્ટિંગ મુકવામાં આવ્યા છે. અને રતિલાલ મંડલી ના જણાવ્યુ હતું કે
નાનાપણ મા તેઓ પેઇન્ટિંગ મા નાપાસ થતા હતા અને હાલ પેઇન્ટિંગ પોતાનો શોખ
બની ગયો છે. ઉપરાંત અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ કેરમબોર્ડ,બોક્ષો માથી
અંગ્રેજી ભાષા શીખવાની સરળ રીત અને ઉપરાંત 5000 વર્ષ નુ એક અદ્ભૂત કેલેન્ડર નિવૃત્ત શિક્ષક રતિલાલ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
 
કેન્વાસ પર પેઇન્ટિંગ બનાવનાર નિવૃત્ત શિક્ષણ રતિલાલ મંડલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ….હાલ અમદાવાદમાં રહું છું પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતો હતો ભુવાલડીની પ્રાથમિક શાળામા 2013 રિટાયર્ડ થયો મને વિચાર આવ્યો કે હું પેઇન્ટિંગ બનાવું તો તે સારું એટલે ધીમે ધીમે અને 1000 પોસ્ટકાર્ડ પેન્ટિંગ કર્યા પછી પૂરેપૂરા હાથ બેસી ગયો તેને કેનવાસ પર પેઇન્ટિંગ કર્યાં કેન્વાસ પર બસો પેન્ટિંગ કર્યા અને પોસ્ટકાર્ડ ઉપર તેમાં  ચારસો પેન્ટિંગ તો પક્ષીઓ નામે કર્યાં છે ગુજરાતના ભારતના અને વિશ્વના વધુ ફેબ્રિક કલરથી કામ કરવું હતો એટલે કામ કરડવું મજા આવે છે પછી એ ઉંમર ખામી રૂપરંગ કર્યા પછી  રવીન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ ઉપર મેં પેઇન્ટિંગ કર્યા તેમને શંકરના પેઇન્ટિંગ કર્યા છે રામનામ કર્યા છે ભારત અને એની માતા કંઈક અને આવા બસ્સો પેન્ટિંગમાં કર્યા છે કે બે એક્ઝિબેશન તો અમદાવાદમાં થઈ ગયા  હાલ તો દરરોજ 8 કલાક  પેઇન્ટિંગ કરૂ છું.  તો નાનપણમાં તું નાપાસ સતત આઠમાં નવમાં ધોરણ સુધી માડ પોઇન્ટ પાસ થતો તો પણ અમને થયું કે પેઇન્ટિંગ શીખી લઉ અને જાતે જ પેન્ટિંગ બનાવતો અને પેન્ટિંગમાં જે આનંદ મળે છે મનમીત કે આનંદ મળતો વિચાર કરો છો પછી બીજા ઘણા બધા એજ્યુકેશન પર સંશોધન મેં કર્યા પંદર પંદર વીસ વર્ષ પહેલાં કોલેજના પક્ષમાંથી સાધન બનાવવા કેરમબોર્ડ બનાવવું કેરમબોર્ડ ની મદદ થી તો બાળકોને અંગ્રેજી ફટાફટ આવડી જાય છે  બાળકને હજી કેજીના બાળકોને એક જ અઠવાડીએ ટ્રેનિંગ આપવામાં આવે ક્રિએટિવ બાળકને તો એ બધું આવડી જાય પછી એ એની સાથે સાથે મને એમ થયું કે એકને સરસ મજાનું કેલેન્ડર બનાવવુ, પાંચ હજાર વર્ષનું કેલેન્ડર બનાવ્યું અને એક કેલેન્ડર બનાવતા મને બરાબર એક મહિનો થયો હતો અને મને થયું કે કેલેન્ડર બનાવવું એટલે કે ચારથી સાત હજાર વર્ષ સુધીનું કેલેન્ડર બનાવ્યું પાંચ હજાર વર્ષનું એમાં એને એ બનાવ તેવી ગોઠવણ કરવામાં આવી છે કે બાળકને મોટા અને કે ગમે ત્યારે દાખલા તરીકે છ હજારની સાલમાં જાન્યુઆરી મહિનાની પાકની તરીકે કર્યો ભારતે તો કેલેન્ડર પરથી ખબર પડી જાય છે તો આ રીતે ઘણા બધા સંશોધનો કરું છું..

Share

Related posts

માંગરોળમાં સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં બી.ટી.પી.નું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

પાલેજ : કિસનાડ ગામે લેઉઆ પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

આગામી ૧૫ મી ઓગસ્ટના દિને જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટે રાજ્યના દરેક શિક્ષકે એક વૃક્ષ વાવી વૃક્ષના નામ જૂની પેન્શન યોજના આપી જતન કરવાનુ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!