વિજયસિંહ સોલંકી, ગોધરા
આજનો ૨૯ એપ્રિલનો દિવસ આખી દુનિયામા આંતરરાષ્ટ્રિય નૃત્ય દિવસ તરીકે મનાવામા આવે છે. દુનિયા દરેક દેશ તેમજ પ્રદેશ અને વિસ્તારની પોતાની આગવી પરંપરા શૈલી છે. જેમા વિવિધ રીતરિવાજો અને નૃત્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી માનવ મનોરંજન માટે નૃત્ય અને સંગીતનો આશરો લેતો આવ્યો છે. જેની ઈતિહાસ પણ ગવાહી પુરે છે. ગુજરાતની વાત કરવામા આવે તો નૃત્ય કરવામા આખી દુનિયાને પાછા પાડી દે કારણ કે ગુજરાતનો ગરબો આખી દુનિયામા વખણાય છે. ગુજરાતના વિવિધ પ્રદેશોની પણ પોતાની એક આગવી નૃત્ય શૈલી છે. ખાસ કરીને તેમા ગુજરાતના સરહદી પટ્ટી વિસ્તારમા રહેતી ગ્રામીણ પ્રજાની પોતાના આગવા નૃત્યો છે અને આજે પણ સામાજીક પ્રસંગોમા તે નૃત્યો કરીને આનંદપ્રમોદ મેળવે છે. આજે ભલે ડાન્સની વિવિધ સ્ટાઈલો આવી ગઈ હોય પરંતુ આ નૃત્યોની પંરપરા એકબંધ છે. મધ્ય ગુજરાતના પંચમહાલ –દાહોદને તો કોઈના તોલે એમ કહીએ તો પણ ચાલે આજે ગફુલી નૃત્યની પણ રમઝટ એકબંધ છે માત્ર સંગીત બદલાયું છે પહેલા ઢોલ શરણાઈના સુર વાગતા હવે ડી.જેના તાલે ગફુલીની રમઝટ જામેછે.
આજના આધુનિક ડાન્સયુગમાં ભારતીય સંસ્કૃતિનાની સાથે સંકળાયેલા નૃત્યો હવે જાણે લોપ થવા પામ્યા છે ભારત કથ્થકલી ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્યો આખી દેશ દુનિયામા જાણીતા થયા છે. ગુજરાતના ગરબા આજે પણ દેશ વિદેશમા વખણાયછે પણ આજે આધુનિક જમાનામા હવે નૃત્યની પણ વિવિધ સ્ટાઈલો આવી ગઈ છે. જેને કારણે આજની નવી પેઢીને આપણા સાંસ્કૃતિક નૃત્યોની પણ ખબર નથી તે પણ એક ચિંતાનો વિષય છે. ગુજરાતમાં આવેલા વિવિધ પ્રદેશોમા નૃત્યોની પણ પોતાની એક આગવી ઓળખ છે જેમા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમા પણ અલગ અલગ પ્રકારના નૃત્યો કરવામા આવે છે. મધ્ય ગુજરાતમા આવેલા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જીલ્લાના ગ્રામીણ વિસ્તારમા આદિવાસી સમાજ મોટા પ્રમાણમા વસવાટ કરે છે.ક્યારે આ સમાજ પણ પોતાના સામાજીકપ્રંસગોમા આનંદપ્રમોદમાટે નૃત્ય કરે છે. છોટાઉદેપુર અને દાહોદ જીલ્લામા હોળી- ધુળેટીના તહેવાર વખતે પણ નૃત્યોની ખાસ રમઝટ જામે છે. જેમા ઘેરૈયા નૃત્યજાણીતુ છે.જેમા વિવિધ રંગબેરંગી પોશાકો આદિવાસી ભાઈ બહેનો પહેરે છે અને બહેનો સિક્કાવાળા ઘરેણા પહેરે છે અને સાથે મળીને નૃત્ય કરે છે. હાલમા લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે નૃત્ય (ડાન્સ) વગર તો લગ્ન અધુરા કહેવાય આજે દાહોદ- પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમા, આદિવાસી સહીતના અન્ય સમાજોમાં પણ જુના અને જાણીતા એવા ગફુલી નૃત્યની બોલબાલા આજે પણ યથાવત છે.એક સમય હતો કે ગફુલી જેવા પંરપરાગત નૃત્યોની રમઝટ દેશી ઢોલ અને શરણાઈ ના તાલે જામતી હતી. પણ આજે આ દેશી ઢોલ લુપ્ત થવા પામ્યા છે અને તેનુ સ્થાન ડીજેની આધુનિક મ્યુઝિક સિસ્ટમે લીધુ છે. આજે પણ આધુનિક ડીસ્કોના જમાનામાં પણ પંચમહાલ –દાહોદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગફુલી અને ટીમલી નૃત્યની પંરપરા અને રમઝટ સામાજીક પ્રસંગો અને તહેવારોમા એકબંધ છે.