

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના દહેજ જીઆઇડીસી વિસ્તાર માં આવેલ ઓપેલ કંપની ના વેરઃહાઉસ માં આજ રોજ બપોર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.ઓપેલ કંપની માં લાગેલી આગ ના પગલે ધુમાડા ના ગોટે ગોટા વાંદળો માં જોવા મળ્યા હતા તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં કરાતા ૩ થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા .ઓપેલ કંપની માં લાગેલી આગ ના પગલે એક સમયે ઉપસ્થીત લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તો આગ લાગવાની ઘટના માં કોઈ સદનસીબે કોઈ જાનહાની થવા પામીટ ન હતી જયારે કંપની માં નુક્સાનીનો અંદાજો લગાવાઈ રહ્યો છે…..