આજ રોજ બપોરે ભરૂચ જીલ્લા ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તા.૧૦.૦૪.૨૦૧૮ ના રોજ એટ્રોસીટી એક્ટ ના ગુના ના કામે આરોપી અટક કરવા બાબતે જે સરકારી પરિપત્ર થયેલ છે..જેનો ભીલીસ્થાન ટાઇગર સેના ધ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરી પરિપત્ર ને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરવામાં આવી હતી……………
વધુ માં આવેદન પત્ર માં જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્ય.ગુજરાત .મધ્યપ્રદેશ. રાજસ્થાન.છત્તીસગઢ વિગેરે રાજ્યોમાં જે સરકારી પરિપત્રો થયેલા છે તેને પણ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી …..
સાથે સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે SC-ST એટ્રોસીટી એક્ટ માં આદિવાસી અને દલિત સમુદાયના લોકો પર થતા અત્યાચાર અટકાવવા માટે કાયદો બનાવવામાં આવેલ છે..છતાં દિનપ્રતિદિન SC-ST ના લોકો ઉપર અત્યાચાર નું પ્રમાણ ગુજરાત અને દેશ માં વધતું જાય છે..તેમજ આ કાયદા ને નબળો પાડી દેવાના પ્રયત્નો થઇ રહ્યા છે.જે ખુબજ દુઃખદ અને આ દેશ માટે દુ.ભાગ્ય પૂર્ણ છે તેવા આક્ષેપો આવેદન પત્ર માં કરાયા હતા ……