જીલ્લા કલેકટર અને જીલ્લા પોલિસ વડા એ જાતે વાહનો ને રેડીયમ લગાવી, ચલકોને નિયમ પાળવા સુચાન કર્યુ
રાજપીપળા : સડક સુરક્ષા-જીવન રક્ષાના નારા સાથે નર્મદા પોલીસ દ્રારા 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવી. જેમા જિલ્લા કલેકટર આર.એસ.નીનામા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા કિરણ વસાવા સહિત ડીવયેસપી રાજેસ પરમાર સહિત તમામ પોલિસ આધિકરીઓ અને કર્મચારિઓ ભેગા થઈ આયોજન કર્યુ અને સમગ્ર જિલ્લામા ટ્રાફિક અંગે માર્ગદર્શનમાં તમામ dysp સહિત જિલ્લા ટ્રાફિક શાખાએ સુંદર આયોજન કર્યું છે. અને જાહેરમા વાહન ચાલકોને ઉભા રાખી ટ્રાફીક અંગે સમજુતી આપી હતી. સાથે વાહનો ને રેડીયમ પણ લગાવ્યુ હતુ.
આખા સપ્તાહ દર્મ્યાન નર્મદા પોલિસ દ્વારા જીલ્લાની RTO કચેરીમાં નોધાયેલ અંદાજીત 3000 વાહનો પર પીળા પટ્ટા,રીફલેક્ટર તથા બ્લેક ડોટ લગાવવાની સઘન કામગીરી કરશે. તે માટે પોલીસ મથક દીઠ નક્કી કરાયેલા સ્થળો પર આ કામગીરી હાથ ધરશે.આ કામગીરીને ને નર્મદા પોલીસ એક ઝુંબેશ સ્વરૂપે કરવાની છે, જે અંતર્ગત જાગૃતિ રેલી તથા સેમીનારનું આયોજન પણ કરાશે. આ દરમ્યાન ટ્રાફિક કાયદાની સમજ આપતી પત્રિકાઓ તેમજ અન્ય સાહીત્યનું વિતરણ પણ કરાશે.