કાંસાની થાળી…. ચાંદીનું તરભાણું…. પેચવાળો લોટો..
મેહફિલમાં જમા થઈ ગયા….
સામે આવી ને બેઠી કાંસાની થાળી….
ચાંદીનું તરભાણું….
પેચવાળો લોટો..
ટપકા ટપકા ઘડાઈ ધડેલો ઘડો…..
ને ચકલી નો માળો …..
એક હેન્ડલવાળી પીત્તળની તપેલી નીચે….
ને બીજો માળો બરાબર …….
દાદાજીના ફોટા ફ્રેમ ની પાછળ …….
રોજ ઉડાડું નાના હાથે ચકી ચીં ચી ચીં કરે…..
તાલી પડે ને ઉડી બેસે ખુલ્લી બારીએ….
માળાનો મેળો ભરાય જુની ફ્રેમ ની ડાળે….
નાનીમા ની મેડીએ મોરલો આવી ખોંખા ગળે..
હિંચકે મારું ઠેસ ને પડતી હૈયે ફાળ રે…
ચિપકી ને બેસી રેહવાનું સાંકળ સંગ ઝુલે….
ખુલ્લા પાડુ પગલાં આભે પાછા વળતે હિંચકે…
મોરલો ટહુક્યા વગર ફળિયે આવી થનગને….
@ રેખા શુક્લ
શિકાગો, અમેરિકા
Advertisement