Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સગીર વયનાં છોકરા-છોકરી છાનગપતિયા કરતા ઝડપાયા  …

Share

પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાનો શર્મનાક બનાવ….

શાસનાધિકારીએ વાલીઓને બોલાવતાં વાત થાળે પડી….

Advertisement

સાંપ્રત સમયમાં સોશીયલ નેટવર્કિંગ સાઇટ્સ સાથે અક્ષ્લીલ અને બિભસ્ત સાહિત્યનો પણ એટલો પ્રચાર થાય છે કે કુમળી વયનાં સગીર બળકો પણ આવાં  ક્રુત્યોમાં સપડાઇ રહ્યા છે આવો જ એક કિસ્સો અંક્લેશ્વરમાં પ્રકાશમાં આવ્યો છે…….

મળતી માહિતિ અનુસાર અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  એક પ્રાથમિક શાળામાં તાજેતરમાં જ એક આઠમા ધોરણમાં ભણતી સગીર વયની વિધ્યાર્થીની ચાર જેટલા સહયારીઓ સાથે બપોરનાં સુનસાન વાતાવરણનો લાભ લઇને શાળાની પાસે જ આવેલા એક આવરૂ પડેલા મકાનમાં ઘુસી ગઇ હતી.જો કે આ ઘટના સ્થાનિક રહિશો અને માનવાધિકારીના સભ્યોને ખબર પડતાં તાત્કાલિક તેઓ મકાનમાં ગયા હતા જ્યાં બિભસ્ત હાલતમાં આ તમામ ઝડપાઇ ગયા હતાં.આ પાંચેયને શાળાના પ્રિન્સીપાલ સમક્ષ રજુ કરાયાં કરાયાં હતાં અને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો તમામ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીની સામે પગલા લેવાની ઉગ્ર માંગ પણ ઉઠી હતી.છેવટે પ્રિન્સીપાલે આ અંગે નગરપાલિકાના શાસનાધિકારી કેયુર ઉપાધ્યાયને જાણ  કરી હતી શાસનાધિકારીએ તમામ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીનાં વાલીઓને તાબડતોબ તેડાવીને તેમનાં  સંતાનોનાં આ દુષ્ક્રુત્યથી વાકેફ કરી  કડક ભાષામાં ધ્યાન રાખવાની તાકીદ કરી હતી. તમામ સગીર વયનાં હોવાથી છેવટે આ વાત દબાવી દેવામાં આવી છે.આ અંગે શાસનાધિકારી કેયુર ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે મૌખિક ફરિયાદ આવી હતી આથી તમામને બોલાવીને સખત શબ્દોમાં ચેતવામાં આવ્યા છે કે હવે આવી ઘટના બને તો સાંખી લેવામં આવશે નહિં…..

માત્ર ૮મા ધોરણમાં ભણતાં આવાં વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓએ હજી તો હાઇસ્કુલ અને કોલેજનાં પગથીયા ચડવાના છે અત્યારથી આવાં કુંછદે ચડતા સંતાનો પર વાલીઓનો કડપ આવશ્યક છે અન્યથા આવનારી પેઢી પતનનાં માર્ગે ધકેલાશે એમાં બે મન નથી. સોશીયલ નેતવર્કિગ પર એ બધું જ જોવા જાણવા મળે છે ત્યારે વાલિઓએ માસુમ સંતાનોને બચાવવા હોય તો આ બાબતે પણ ધ્યાન રાખવું પડશે એ નિક્ષ્રિત છે.


Share

Related posts

15 જુલાઈથી ગુજરાતના ધોરણ 10 – 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

ProudOfGujarat

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!