Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરવા કલેક્ટરની તાકીદ

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે ઉનાળાની સીઝનમાં જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને અસરકારક આયોજન કરી પીવાના પાણી અંગેના પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ લોકોની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ કરી સરકારના પારદર્શી શાસનની પ્રજાને અનુભૂતિ કરાવવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં લોકોની પડતર અરજીઓ, બાકી પેન્શન કેસો, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રના અમલ, સરકારી લેણાની વસુલાત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતા. કલેક્ટરશ્રીએ જિલ્લામાં બનતી નાનામાં નાની ઘટના જિલ્લાના પ્રશાસનના ધ્યાને મૂકવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેંન્દ્રસિંહ ચુડાસમા સહિત અમલિકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી અંદાજીત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

નર્મદા નદી નો નવનિર્મિત નર્મદામૈયા બ્રીજ રંગબેરંગી લાઇટોથી ઝગમગતો.. લાઈટીંગથી ઝગમગતો બ્રિજ આકર્ષણનું કેન્દ્ર..

ProudOfGujarat

નસવાડી તાલુકાનાં કાળીડોળી પાસેથી નસવાડી પોલીસે એક બોલેરો જીપમાં વહન થતો 7 લાખની કિંમતનો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!