રાજપીપલા : નર્મદા જિલ્લામાં નર્મદા બંધ જેવો મહત્વનો પ્રોજેક્ટ હોય વિસ્ફોટક પદાર્થ રાખવો ગંભીર ગુનો બને છે.ત્યારે ગત 28 ફેબ્રુઆરી 2017 ના રોજ ગરૂડેશ્વરના ફૂલવાડી ગામેથી ત્રણ ઈસમોને વિસ્ફોટક પદાર્થ સાથે નર્મદા પોલીસે ઝડપી પાડ્યા હતા.જેમાં મુખ્ય એવા નાગજી ઉર્ફે પિન્ટુ પ્રભુ તડવી,ભરત ગોપાલ તડવી,દિલીપ ઉર્ફે દિપક સંભુ તડવી એમ ત્રણેય પાસેથી વિસ્ફોટક પદાર્થ પૈકી જીલેટીન અને ડિટોનેટરનો જથ્થો ઝડપાયો હતો.બાદ એ ત્રણેયને પોલીસે ઝડપી એક્સપોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી રાજપીપલા કોર્ટમાં ચાર્જશીટ કરતા આ કેશ એડિશન સેસન્સ કોર્ટમાં ચાલતો હતો.
રાજપીપળાના સરકારી વકીલ કૈલાસબેન સી.માછીએ આ કેશમાં ધારદાર રજૂઆત કરી અને વિસ્ફોટક પદાર્થોની ગંભીરતા દર્શાવતા નામદાર સેસન્સ કોર્ટના જજ એન આર.જોશીએ સરકારી વકીલની રજૂઆતને ગ્રાહ્ય રાખી વિસ્ફોટક પદાર્થ રાખનાર મુખ્ય સૂત્રધાર નાગજી ઉર્ફે પિન્ટુ પ્રભુ તડવીને 7 વર્ષની કેદ અને 2000 રૂપિયા દંડ ફટકાર્યો છે.જયારે ભરત ગોપાલ તડવી, દિલીપ ઉર્ફે દિપક સંભુ તડવીને નિર્દોષ છોડી મુક્યા છે.