ભંગારીયાઓ માટે નીતિ-નિયમો જેવું કઈ જ નહી!!!!
કોન્ટામીનેટેડ હજારો ટન પ્લાસ્ટીક વેસ્ટ પર ભંગારીયાઓનો કબજો : કરોડોનો પ્રદૂષિત કારોબાર
ચોખ્ખો નફો રળી લેવાના આ ખેલમાં વિશાળ જનહિત દાવ પર…
જેતે કંપનીએ વૈજ્ઞાનિક ઢબે પ્લાસ્ટીક વેસ્ટના નિકાલને બદલે બે નંબરમાં વર્ષે દહાડે કરોડોનો કાળો કારોબાર ધમધમે છે.
રહેણાંક, ટ્રેનની ટ્રેક અને હાઇવેને અડી ધમધમતા વેસ્ટના ગેરકાયદે ગોડાઉનોને કારણે મોટી દુર્ઘટનાની ભીતિ
અંકલેશ્વર,
ભરૂચ જીલ્લાના મુખ્યત્વે અંકલેશ્વર તાલુકાના અંસાર માર્કેટના આસપાસના વિસ્તાર, મીરાનગરની આસપાસના વિસ્તારોમાં કોન્ટામીનેટેડ પ્લાસ્ટીકની બેગો ધોવાનો અનઅધિકૃત વેપલો કરનારા ભંગારીયાઓ ફૂટી નીકળ્યા છે. વિવિધ કેમિકલ, પીગમેન્ટનું ઉત્પાદન કરતી કંપનીમાંથી કોન્ટામીનેટેડ કેમીકલ યુક્ત પ્લાસ્ટીક બેગો ઉઘરાવી બે નંબરમાં કરોડોનો કાળો કારોબાર કરી રહ્યા છે. ભંગારીયાઓના આ વેપલાથી પર્યાવરણ જોખમાતું હોવા ઉપરાંત દુર્ઘટનાની દહેશત છે. જોકે જીપીસીબીએ ભંગારીયા સાથેસાથે કેમીકલ યુક્ત બેગો વેચનાર કંપની સામે પણ કડક પગલા લેવા જોઈએ.
કેમીકલ યુક્ત પ્લાસ્ટીક વેસ્ટથી પર્યાવરણને નુકશાન થવાની સાથેસાથે જીવસૃષ્ટીને પણ જોખમ રહેલું છે. જેથી કરીને વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવો અત્યંત જરૂરી બને છે. જોકે, આ કેમીકલ યુક્ત પ્લાસ્ટીક બેગોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતો જ ન હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. અંકલેશ્વર-પાનોલીના ને.હા.નં.૮ની આસપાસ તેમજ રાજપીપલા રોડ પર આવેલ મીરાનગરની આસપાસના વિસ્તારોમાં ૫૦થી વધુ ભંગારીયાઓએ આ કેમીકલ યુક્ત પ્લાસ્ટીક વેસ્ટ પર કબજો કરી લીધો છે. બેફામ બની જઈ આ ભંગારીયાઓ અંકલેશ્વર, પાનોલી, દહેજ ,વાપી વિગરે એસ્ટેટોમાંની કેટલીક કેમીકલ, ડાઈઝ પીગમેન્ટ બનાવતી કંપનીમાંથી નીકળતો કોન્ટામીનેટેડ કેમીકલ યુક્ત પ્લાસ્ટીક વેસ્ટ, બેગો, ડ્રમો લાવી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે મનસ્વી રીતે ધોવાનું કાર્ય કરી રહ્યા છે. અ ધોતાં નીકળતું પ્રદૂષિત પાણી આમલાખાડી, છાપરા ખાડીમાં વહાવી દે છે.
અંદાજે ૫૦થી વધુ ભંગારીયા મહીને દહાડે ૧૫૦૦ થી ૨૦૦૦ ટન કેમીકલ યુક્ત પ્લાસ્ટીક વેસ્ટ ઉઘરાવે છે. આ રીતે બેનંબરમાં કરોડોનો કાળો-પ્રદૂષિત કારોબાર કરતા આ ભંગારીયા નીતિનિયમો કે કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરે છે. ખુલ્લેઆમ પાણી પ્રદુષણ, હવા પ્રદુષણ ફેલાવનારા ભંગારીયાઓનો વાળ પણ વાંકો થતો નથી. વળી કેમીકલ યુક્ત પ્લાસ્ટીક વેસ્ટનો સંગ્રહ, વેચાણ અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ યોગ્ય રીતે જેતે કંપની દ્વારા થાય છેકે નહી તે જોવાની જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની હોવા છતાં પણ કંપનીઓ પર્યાવરણના કાયદાનું ઉલ્લંઘન કરી ભંગારીયાઓને ખુલ્લેઆમ તે વેસ્ટ વેચી રહ્યા છે. જેટલા તે પ્રદુષણ માટે ભંગારીયા જવાબદાર છે તેટલી જેતે કંપની પણ જવાબદાર છે. ભંગારીયા સાથેસાથે જેતે કંપની સામે પણ કડક કાર્યવાહી જીપીસીબીએ કરવી જોઈએ. તોજ જેતે કંપની વાળા ભંગારીયાઓને પ્રદુષિત વેસ્ટ આપતા અટકશે અને આમલાખાડી, છાપરા ખાડી વધુ પ્રદુષિત નહી બને.
ભંગારીયાઓ માટે નીતિ-નિયમો જેવું કઈ જ નહી!!!! કોન્ટામીનેટેડ હજારો ટન પ્લાસ્ટીક વેસ્ટ પર ભંગારીયાઓનો કબજો : કરોડોનો પ્રદૂષિત કારોબાર ચોખ્ખો નફો રળી લેવાના આ ખેલમાં વિશાળ જનહિત દાવ પર…
Advertisement