વિજયસિંહ સોલંકી, શહેરા
શહેરા તાલુકાનુ બહુચર્તિત ખેતતવાલડી કૌભાડની તપાસ હવે જીલ્લા નાયબ પોલીસ વડાને સોપવામા આવી છે. અને આરોપીઓની સામે ભષ્ટ્રાચારની કલમો પણ ઉમેરવામા આવી છે. હાલ કૌભાડીઓ પોલીસ પકડથી દુર છે. પોલીસ તેમને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે. કરોડો રુપિયાના આ ખેત તલાવડી કૌભાડમાં ખેડુતોની જાણ બહાર તેમના નામે માત્ર કાગળ ઉપર ખેતતલાવડી બનાવી સરકારી નાણાની ઉચાપત કરવામા આવી હતી. જોકે આ બાબત એક ખેડુતના ધ્યાને આવતા પોલીસને જાણ કર્યાબાદ આખી તપાસમા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકામા થયેલા લાખો રુપિયાના ખેતતલાવડી ના કૌભાડ સામે જીલ્લા જમીન વિકાસ નિગમની કચેરીના મદદનીશ નિયામક કુશવાહ, તેમજ સર્વેયર જે.કે. વણકર તેમજ અન્ય ચાર સંચાલકો વિરુધ્ધ એક ખેડુત દ્વારા શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામા આવી હતી. જેમા તપાસ શહેરા પીઆઈ હસમુખ સિસારા દ્વારા તપાસનો ધમધમાટ બોલાવામા આવ્યો હતો.જેમા આરોપીઓની ધરપકડની તપાસ તેજ કરવામા આવી હતી.જેમના આવાસ પર પણ તપાસ હાથ ધરવામા આવી હતી. હાલમા આ તપાસ પંચમહાલ જીલ્લા નાયબ પોલીસ વડા આર.આર. દેસાઈને સોપવામા આવી છે.આ તપાસમા આરોપીઓ સામે ભષ્ટ્રાચાર વિરોધી કલમો પણ ઉમેરવામા આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.