પાનોલીની ટેકનો ડ્રગ્સ એન્ડ ઇન્ટરમેડીએટ કંપનીનો જથ્થો…..
જી.પી.સી.બી. એ નમુના લઇ ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો….
( દિનેશ અડવાણી )
અંક્લેશ્વર પાનોલી વસાહતમાં હાલ જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ ફેલાવતા કે ફેલાવવામાં નિમિત બનતા તત્વો પર કરડો શિકંજો કસવામાં આવી રહ્યો છે.પાનોલીની ટેકનો ડ્રગ્સ વિરુધ્ધ પણ જી.પી.સી.બી. એ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી જી.આઇ.ડી.સી. માં પ્લોટ નંબર સી-૧/બી,૧૯૧૪ સ્થિત ટેકનો ડ્રગ્સ એન્ડ ઇન્ટરમેડીએટ કંપની આવેલી છે.આ કંપનીએ પાનોલીમાં જ અન્ય એક પ્લોટ નં-સી /બી.૧૯૦૮ અગમ્ય કારણોસર ભાડે રાખીને તેમાં સોલ્વન્ટ,મીક્સ સોલ્વન્ટ તથા અન્ય કેમિકલ્સ પ્લાસ્ટિક બેગ્સ તેમજ ડ્રમમાં સ્ટોર કરી રાખ્યા હતા જ્યારે કે પ્લોટ ની પાછળના ભાગે કાળા રંગ નો વેસ્ટ જમીન પર જ આર્થિક રીતે નિકાલ કર્યો હોવનૂ અંક્લેશ્વર જી.પી.સી.બી ને જાણવામાં આવતા મોડી રાત્રે જી.પી.સી.બી એ સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરી હતી.તપાસ માં જ કેટ્લાક ઇસમો જી.પી.સી.બી ની બીક થી વેસ્ટ નો નિકાલ અને સાફસફાઇ કરાવતા માલુમ પડ્યા હતા.આ ઘટના અંગે અંક્લેશ્વર સ્થિત જીપીસીબી ની કચેરીના રિજીયોનલ ઓફિસર આર.બી.ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ટેક્નો કંપનીના આ જથ્થાના સેમ્પલ લીધા છે અને લેબોરેટરીમાં મોકલાયા છે
નોંધનીય છે કે ટેક્નો ડ્રગ એન્ડ ઇન્ટરમેડીએટ પ્રા.લિ.કંપનીને અગાઉ પણ જી.પી.સી.બી તરફથી ક્લોઝર નોટિસ આપવામાં આવી ચુકી છે.હવે આ જ કંઓઅનીના અન્ય ગોડાઉનભાડે રાખીને એમાં કંપનીએ સ્ટોર કરેલા સોલ્વન્ટ તથા અન્યકેમિકલ્સ નો જથ્થો કંપની ને આપવામાં આવેલ પરવાનગી જેટલો જ છે કે વધુ છે અને કાયદેસરનો છે ક ગેરકાયદેસર એની તલસ્પર્શી તપાસ બાદ શું કાર્યવાહી જી.પી.સી.બી દ્વારા કરાય છે એ જોવુ રહ્યુ..???