ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ ભરૂચ જીલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘ લી. દૂધ ધારા ડેરી માં વર્ષો થી કોન્ટ્રાકટ એજન્સી માં કામ કરતા ૩૦ જેટલા કામદારોને ૧ એપ્રીલ થી કોન્ટ્રાક્ટર દ્વારા અયોગ્ય મજુર પ્રથા આચરી કામદારો પાસે બળજબરી પૂર્વક નોકરીની શરતો માં ફેરફાર કરવાના બદઇરાદા થી લખાણ લખવામાં આવતા હોવાના આક્ષેપો આજ રોજ ભોલાવ ખાતે આવેલ દૂધ ધારા ડેરી ખાતે કામદારો દ્વારા કરવામાં આવ્યા હતા ………..
કામદારો એ આક્ષેપો કર્યા હતા કે ૩૧/૦૩/૨૦૧૮ ના રોજ થી ટર્મિનેટ કરવાની પેરવી એજન્સી નો કોન્ટ્રાકટર કરી રહ્યો છે અને ગેરકાયદેસર એડવાન્સ રાજીનામાં પત્ર ઉપર સહી કરાવતા હોવાના આક્ષેપો કામદારો દ્વારા દૂધધારા ડેરી ના ચેરમેન સમક્ષ યુવા કોંગ્રેસ ના આગેવાની ના કરવામાં આવ્યા હતા ………
આજ રોજ બાપોર ના સમયે નોકરી જવાના ભય થી મુંજવણ માં મુકાયેલા ૩૦ જેટલા કામદારો એ ભરૂચ યૂથ કોંગ્રેસ બા આગેવાનો સમસાદ અલી.અને નીકુલ મિસ્ત્રી સાથે ડેરી ના ચેરમેન ઘનશ્યામ પટેલ ને તેઓના પ્રશ્ર્નો ની રજૂઆત કરી હતી …ડેરી ના ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલે કામદારો ના પ્રશ્ર્નો ને સાંભળી વહેલી તકે ઉકેલ લાવવાની બાહેદરી આપી હતી………..
તો બીજી તરફ સ્થાનિક કામદારો ના પ્રશ્ર્નો ઉપર કોન્ટ્રાક્ટર વહેલી તકે એક્શન માં નહીં આવી કામદારો ને કામ ઉપર લેવા સાથે તેઓ ના પ્રશ્ર્નો નું નિરાકરણ નહીં લાવે તો આગામી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી સમયે મુખ્યમંત્રી ને પણ રજૂઆત કરતા નહી અટકયે તેવી ચીમકી યુવા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી………..