Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામના મેલજ ગામમાં ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા

Share

– પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત શ્રી શિવમ ગેસ એજન્સી વિરમગામ  દ્રારા ગેસ કનેક્શન આપવામાં આવ્યા

– સ્વચ્છતા અંગેની જાગૃતિ અને ગેસ સુરક્ષા માટે ની વિસ્તૃત માહિતી આપવામા આવી

Advertisement

 

ન્યુઝ.વિરમગામ

તસવીરઃ- વંદના વાસુકિયા

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના  ગ્રામ્ય સ્વરાજ અભિયાન અંતર્ગત ૨૦ એપ્રિલે સમગ્ર ભારતમાં ઉજ્જવલા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિરમગામ તાલુકાના મેલજ ગામમાં શ્રી શિવમ ગેસ એજન્સી  દ્રારા ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ પ્રાન્ત ઓધિકારી વાળા સાહેબ, પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, હરીશ મચ્છર
તાલુકા વિકાસ અધિકારી વસાવા સાહેબ, પુરવઠા અધિકારી એન આર પટેલ, પુષ્કરાય સાધુ, નિલેશભાઇ ચોહાણ, ઉપ સંરપચ અમૃતભાઇ મકવાણા, ઈશ્વરભાઈ મકવાણાના હસ્તે ગેસ કનેક્શનનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અંગેની જાગૃતિ અને ગેસ સુરક્ષા માટે ની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.


Share

Related posts

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં બે ઠેકાણે જુગાર પર પોલીસે છાપો મારતા નસભાગ, 10 ની ધરપકડ જ્યારે 1 ફરાર.

ProudOfGujarat

સુરત : સાડા ચાર વર્ષની બાળકી ઉપર વોચમેને આચર્યું દુષ્કર્મ : રૂમમાંથી બાળકી બેભાન મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!