વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે આજે ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.આ દિવસને એક વિશેષ ઉજવણી બનાવવા માટે એલપીજીની સુરક્ષા,તેના ઉપયોગ,અંગે ચર્ચા કરવા તેમજ દિવસે એલપીજીનુ જોડાણ પણ લાભાર્થીઓને પુરુ પાડવામા આવ્યુ હતુ.પંચમહાલ ના શહેરા સહિત જીલ્લા મા ગ્રામ સ્વરાજ અભિયાન ના ભાગરૂપે ઉજ્જવલા દિન ની ઉજવણી કરાઈ હતી તાલુકા ના ઝોઝ ગામ ખાતે તાલુકા પ્રમુખ કિરણ સિંહ બારીયા ,તેમજ રાજકીય અગ્રણી મગન ભાઈ પટેલીયા સહિત ના હસ્તે 100 જેટલી મહિલા લાભાર્થી ને ગેસ નુ જોડાણ આપ્યું હતુ. મોટી સંખ્યામાં મહિલાઓ,ગ્રામજનો ઉપસ્થિત રહી હતી.શહેરા તાલુકામાં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 13000 કાર્ડ ગ્રાહકો ને લાભ આપવામા આવ્યો છે
લોકોમાં એલપીજી અંગે જાગૃતિ લાવવા
વધારે લોકો આ અભિયાનમાં જોડાવા માટે ઉજ્જવલા દિન ની ઉજવણી કરવામા આવી રહી છે.