ભરૂચ જીલ્લા માં પાંચ તાલુકાઓ માં ઔધોગિક વસાહતો ધમધમી રહ્યા છે છતાં પણ જીલ્લા ના રહીશો માં બેરોજગારી ના પગલે ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા ૨૦ કિલોમીટર ની વિશાળ પદયાત્રા વિલાયત ખાતે થી ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી..જ્યાં પોલીસે કાર્યકરો સાથે દૂર વ્યવહાર અને ઝપાઝપી કરતા વાતાવરણ તંગ બન્યું હતું..અને આખરે પોલીસ કાર્યવાહી થી નારાજ યુવા કાર્યકરો એ આવેદન પત્ર આપવાનું ટાળી પોલીસ કામગીરી ને શખ્ત શબ્દો માં વખોડી કાઢી હતી…………….
::-સમગ્ર ભરૂચ જીલ્લા માં બે રોજગારીને લઇ ભરૂચ જીલ્લા નાજ વાગરા રહિયાદ દહેજ સુવા સહીત અંકલેશ્વર જી આઈ ડી સી સહીત ના ઔધોગિક વસાહતો માં સ્થાનિક લોકો ને જ રોજગારી ન મળતા બેરોજગાર બનેલા લોકો ની હાલત અત્યંત કફોડી બનતા કેટલાય બેરોજગારો આપઘાત કરવાના તેમજ દારૂ ના નશા ના રવાડે ચઢી ગયા છે ત્યારે જીલ્લા વાસીઓને રોજગારી મળે તે માટે ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન ની આગેવાની માં વાગરા વિલાયત જી આઈ ડી સી માંથી ૨૦ કિલોમીટર ની વિશાળ પદ યાત્રા નીકળી હતી જે દેરોલ.કંથારીયા. બાયપાસ ચોકડી.શ્રવણ ચોકડી .શક્તિનાથ થઇ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચી હતી …………..
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચેલી પદયાત્રા માં યૂથ કોંગ્રેસ ના આગેવાનો એ સૂત્રોચ્ચાર સાથે રોજગારી આપો ના નારા થી કલેકટર કચેરી સંકુલ ને ગજવી મૂકી હતી…..કલેકટર કચેરી ખાતે ઢસી ગયેલા યૂથ કોંગ્રેસ ના કાર્યકરો જીલ્લા સામહર્તા ને રજૂઆત કરે તે પહેલા તો ડી વાય એસ પી તેમજ અન્ય એક પોલીસ કર્મી સહીત ના પોલીસ કર્મીઓએ કાર્યકરો સાથે ઘર્ષણ અને ઝપાઝપી માં ઉતરી આવી યુવા કોંગ્રેસ ના કાર્યકરોને અપ શબ્દો નો મારો ચલાવી કાર્યકરો ને રજૂઆત કરતા રોકતા કલેકટર કચેરી સંકુલ નુ વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ ના આ પ્રકાર ના વલણ ના કારણે લાલધૂમ બેનલા યુવા કોંગ્રેસ ના કાર્યકરોઓએ બે રોજગારી મુદ્દે ૨૦ કિલોમીટર સુધી ચાલી ને આવ્યા બાદ પણ પોલીસ ની કામગીરી થી અસંતુષ્ટ થઇ કલેકટર ને આવેદન પત્ર આપવાનું ટાળી સ્થળ ઉપર થી નીકળી ગયા હતા …અને પોલીસ ની કાર્યવાહીને વખોડી કાઢી આવનાર દિવસો માં મોટી સંખ્યા માં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમ આપવાની ચીમકી યુવા કોંગ્રેસ ના કાર્યકરોએઉચ્ચારી હતી……