Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્ર પાસે આવેલ આદિત્ય નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે સામેના મકાનના સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો બાઈક પર જતા કેદ થયા છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદ્ર ગામ પાસે આવેલ આદિત્ય નગર સોસાયટીના મકાન નંબર-૪૦મા રહેતા યોગેન્દ્રસિંહ ભારતસિંહ સાગળોડ પોતાની પત્ની બીમાર હોય જેઓને અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હતા તે દરમિયાન ગત તારીખ-૧૫મી એપ્રિલના રોજ મધરાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદર મુકેલ બે તિજોરીના લોક તોડી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની કિમત રૂપિયા ૪ લાખ ૩૮ હજારનો મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે મકાન માલિક યોગેન્દ્રસીહ સાગળોડને થતા તેઓએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે જાણ કરી હતી ચોરીના બનાવને પગલે પોલીસ તાત્કાલિક દોડી આવી તપાસ હાથ કરી હતી પોલીસે સામેના મકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક બાઈક પર જતા ત્રણ યુવાનો સીસીટીવીમાં કેદ થયા હતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોધી એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડની મદદ લઈ વધુ તપાસ આરભી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ટોકરાળા ગામ પાસે આવેલ નર્મદા કેનાલમા પડી જતાં યુવાનનું મોત.

ProudOfGujarat

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ર્ડા.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરતી રાજય સરકાર…

ProudOfGujarat

ખેડા જિલ્લા મહિલા મોરચા અને યુવા મોરચાની સંયુક્ત કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!