વિજયસિંહ સોલંકી, ગોધરા ,
પંચમહાલ જીલ્લામા આવેલા વિવિધ એટીએમમા નાંણાની પુરતી તંગી હોવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે નાણાની પણ વધારે માંગ ઉઠવા પામી છે.ત્યારે બેંકો સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલજીલ્લાના ગોધરા શહેર સહિત અન્ય તાલુકામથકો ખાતે પણ આવેલા એટીએમોમાં નાણા ન હોવાને કારણે ધારકોને ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.તેના કારણે આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એટીએમમા નાણા કાઢવા જાય છે ત્યારે ગ્રાહકને નાણા મળતા નથી.એક બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. તેના કારણે નાણાની જરુરિયાત પણ વધારે પડી રહી છે. પણ તેની સામે બેંકોંમા પણ નાણા આપવાની મર્યાદા બાંધી દેવામા આવતા જાણે પડતા ઉપર પાટું પડ્યા જેવો હાલ જોવા મળી રહ્યો છે. એટીએમોના નાણા પણ વધારે લોડ કરવામા આવતા નથી. માટે તૈયારીમા જ નાણા ખલાસ થઈ જાય છે. બેંકો દ્વારા ૨૦૦૦૦ ની લિમિટ બાધી દેવામા આવી છે. ૧૬૨ જેટલા એટીએમ મા ૬૦ જેટલા એટીમ બંધ હાલતમાં છે. આમ જ નાણાની અછત રહેશે તો આગામી સમયમા ખાતાધારકોની હાલત બગડવાની વકી દેખાઈ રહી છે. શહેરા નગરમા પણ પાંચ એટીએમ આવેલા છે. પણ ઘણી વાર અહી પણ નાણા ન મળવાની બુમો ઉઠવા પામી છે.