વિજયસિંહ સોલંકી, શહેરા, (પંચમહાલ)
શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનાનું ₹ 99,49,062, લાખનું કૌભાંડ બહાર આવ્યા બાદ જમીન વિકાસ નિગમના નિયામક સહીત, સર્વેયર, સહીત ચાર સંચાલકો સામે ફરિયાદ નોધીને તપાસનો ધમધમાટ શહેરા પોલીસ દ્રારા શરુ કરી દેવામા આવ્યો છે.આજે આ કૌભાડના આરોપી જમીન વિકાસ નિગમ લિ સર્વેયર જે.કે.વણકરના મહિસાગર જિલ્લામાં આવેલા નિવાસ સ્થાને દરોડા પાડવામા આવ્યા હતા.જોકે તે ત્યા મળી આવ્યો ન હતો.પોલીસ દ્રારા તપાસની કાર્યવાહીને કારણે આરોપીઓ ભુર્ગભમા ઉતરી ગયા છે.
ખેડુતોએ શહેરા તાલુકા પોલીસ મથકે અરજી આપવામા આવી હતી. પોલીસ દ્વારા તપાસ દરમિયાન 160 જેટલા ખેડુતોના નામે રૂપિયા 99,49,062ની રકમ બારોબાર ઉપડી ગયા હતા. આ બાબતે ખેડુતો સંપુર્ણ રીતે જાણતા ન હતા.જ્યારે પોલીસે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમીટેડના મદદનીશ નિયામક સહીત સર્વેયર, એજન્સી સંચાલક મળી કુલ છ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી હતી.આજે શહેરા પોલીસે જમીન વિકાસ નિગમના સર્વેયર
જે.કે.વણકર ના લુણાવાડા ના થાણાસાવલી પાસે આવેલા ચારણઘામ ગામે નિવાસસ્થાને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતું.જોકે સર્વેયર જે.કે. વણકર ત્યાથી મળી આવ્યો નહોતો.પોલીસે અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ તેજ કરી દીધી છે.પોલીસ પકડની બીકે ભુર્ગભમાં ઉતરી ગયા છે.આજે પણ ખેડુતોના નિવેદનો નોંધવામા આવ્યા હતા.અત્રે નોંધનીય છે.કે આ સમગ્ર કૌભાડમા ૧૬૦ જેટલા ખેડુતોની જાણ બહાર ખેતતલાવડીના પૈસા ઉપાડી લેવામા આવ્યા હતા.ત્યારે શહેરા તાલુકામા આ કૌભાંડમાં ભોગ બનેલાખેડુતોની સંખ્યા વધે તો નવાઇ નહી.ત્યારે શહેરા તાલુકા સિવાય જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં પણ કૌભાડ આચરવામા આવ્યુ છેકે નહી તે પણ તપાસનો વિષય છે.