વિજયસિંહ સોલંકી, જાંબુઘોડા(પંચમહાલ)
ફેસબુક,વોટ્સએપ જેવા સોશિયલ મિડીયાના માધ્યમો આપણી સાથે અભિન્ન અંગ બની જોડાયેલા છે.જેમા ફેસબુક તો ઉમદા માધ્યમ પુરવાર થયુ છે.આમ તો ફેસબુકનો ઉપયોગ સામાન્ય રીતે ફોટો મુકવા કે પછી નાનીમોટી પોસ્ટ મુકીને કેટલી લાઇક્સ મળે તેના માટે ઉપયોગ કરતા હોય છે.બીજુ તો ફેસબુકમા ઘણા એવા મિત્રો હોય છેકે જેને ઓળખતા નથી કે રુબરુ મળ્યા નથી.માત્ર ચેટ કરીને કે તેના ફોટો પોસ્ટ મુકીને આંનદ મેળવીએ છે. ત્યારે આ ફેસબુક માત્રને લાઇકસ કે પોસ્ટનુ માધ્યમ ન બને અને ફેસબુકના મિત્રોને ભેગા કરીને જંગલની પ્રાકૃતિક સૌદર્યના દર્શન જાંબુઘોડાના એક પ્રકૃતિ પ્રેમીએ કરાવ્યા અને સૌ ફેસબુક મિત્રો એ સાથે મળી જંગલની શેર કરી,ગ્રામીણ સંસ્કૃતિના દર્શન કરવાનો લ્હાવો મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાનો દક્ષિણ વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે.વળી આ વિસ્તારને પંચમહાલ જિલ્લાનું “મીની કાશ્મીર” પણ કહેવામા આવે છે.અહી જાંબુઘોડા અભ્યારણ્ય આવેલુ છે.ચોમાસાની સીઝનમાં જાંબુઘોડાનું જંગલ ખળખળ વહેતા ઝરણાઓના સુમધુર સંગીત, અને પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે.જાંબુઘોડા પંચમહાલ જિલ્લાનું તાલુકા મથક છે.જાંબુઘોડા માં રહેતા પ્રકૃતિ પ્રેમી એવા પુષ્પેન્દ્રસિંહ રાઠોડે ફેસબુક ના માધ્યમથી મિત્રો ને એકત્ર કરી અભયારણ્ય નું જંગલ બતાવાનોએક અનોખો વિચાર આવ્યો અને આ બહાને ન મળેલા મિત્રોને પણ મળી શકાય. અને તેમને પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની પોસ્ટ મુકી અને તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.અને ઘણા મિત્રોએ આવાની તૈયારી બતાવી.અને જણાવેલ જગ્યાએ એકત્ર થયા.ત્યારબાદ જાંબુઘોડા અભયારણ્ય માં વન ભ્રમણ માટે નીકળી પડ્યા.આ મિત્રોએ અભ્યારણ્ય ના મલબાર ડુંગર ચડી જંગલ ફરતા ફરતા વચ્ચે ચારોળી ના વૃક્ષ પર પાકેલા ફળ ચારોળા ખાવાનો આનંદ લીધો. ચારોળી ના પાકા ફળ ખાવાનો મોકો અને એ પણ જંગલ માં જાતે પાડીને ખાવાનો આનંદ સૌ મિત્રો એ ઉઠાવ્યો, માળીયા પર થી ડુંગર ઉતરી નીચે આવેલા બોડેલી તાલુકાના કાટકુંવા ગામે પહોંચ્યા હતા જ્યાં ટીમરવા ના વૃક્ષો પર લચોલચ લાગેલા પાકા ટીમરવા ખાવાનો આનંદ સૌએ ઉઠાવ્યો, અનેક અંબાઓ પર લાગેલી કાચી કેરી નો પણ સ્વાદ માણ્યો,
આ વનભ્રમણ કાર્યક્રમનુ આયોજન કરનાર પ્રકૃતિપ્રેમી પુષ્પેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું કે કાટકુવા ગામના રહીશો સાથે વાર્તાલાપ કર્યો. સાચા અર્થ માં આમ જનતા થી અલગ આદિવાસી જીવન જીવતા આદિવાસીઓ અત્રે છે, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા દર રોજ મોત જેવું જીવન જીવતા ગ્રામ્ય આદિવાસીઓ સાથે વાતો કરતા તેઓ જે મુશ્કેલીઓ તકલીફો વેઠી જીવી રહ્યા છે
આ ગામ ચો તરફ ડુંગરો થી ઘેરાયેલું હોવાથી અત્રે વિકાસ ભટક્યો પણ ન હતો, છતાં 2008 દરમ્યાન ગોધરાના એક લાકડાના વહેપારી સ્વ ફારુકભાઇ ભટુક અને વન વિભાગ ની મદદ થી આ ગામ પહેલી વાર એક માર્ગ થઈ જોડાવા પામ્યો, એક ટ્રક કે વાહન પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરતા ગામ નો વિકાસ શક્ય બન્યો,
છતાં આદિવાસીઓ ને ડુંગરો નડી રહ્યા છે, રાશન નું અનાજ મેળવવા બે ડુંગર ઓળંગી જવું પડે છે, આખો દિવસ એમ જતો રહે છે, મતદાન કરવા કેન્દ્ર પર જાવા માટે મહિલાઓ પુરુષો ડુંગરો પાર કરી નાના છોકરાઓ ને ખોળે લઈ પોતાની મતદાન ની ફરજ અદા કરવા જાય છે, છતાં અત્રે કોઈ નેતા, સરપંચ, ધારાસભ્ય, અધિકારી, પદાધિકારી, કોઈ ફરકતું સુધ્ધાં નથી, લોકો કેવી રીતે જીવે છે એ જાણવાનો કદી પ્રયાસ કરતા નથી બસ સ્થાનિક ચૂંટણીઓ અને વિધાનસભા ની ચૂંટણી દરમ્યાન કેટલાકો મતો ની ભીખ માંગવા અત્રે ડોકિયાં કરી લે છે. ” આ વનભ્રમણમાં રમેશભાઈ અને મલબાર ગામ ના અમરસિંગભાઈ નાયક આ બે ગ્રામીણવાસી ભાઇઓએ ગાઇડની ભુમિકા ભજવી હતી.સફર દરમ્યાન સવારે નાસ્તો અને ચા ની વ્યવસ્થા ડોનબોસ્કો સંસ્થા અને ભોજન ની વ્યવસ્થા કરવા માટે જાંબુઘોડા વનવિભાગ નો સહયોગ સાપડ્યો હતો.