બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસઃ અગાઉ જુના ભરૂચ ના કોટ પારસી વાડ વિસ્તાર માં આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૪ માંથી સુલેમાન મહંમદ બાવા ઉર્ફે અનવર બાવા નામ ના ઈશમ ની લાશ ડી કમ્પોઝ હાલત માં મળી આવી હતી ………..
જે મામલે પોલીસે લાશ નો કબ્જો મેળવી લાશ ને પી એમ કાર્યવાહી અર્થે મોકલવામાં આવી હતી…પી એમ કાર્યવાહી માં પોલીસ સામે ચોંકાવનારો પી એમ રિપોર્ટ આવ્યો હતો જેમાં મૃતક ને કોઈ તીક્ષણ હત્યાર વડે મારી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો………….
મામલા અંગે ભરૂચ જીલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે સમગ્ર પ્રકરણ ની ગંભીરતા ને સમજી ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ ને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી..અને સમગ્ર હત્યા કાંડ ના મામલા નો ચોંકાવનારો ખુલાસો કરી ભેદ ઉકેલ્યો હતો……………
લોકલ ક્રાઇમ બ્રાંચ ની તપાસ માં જાણવા મળ્યું હતું કે મૃતક અનવર બાવા એન્ટીક સિક્કા તથા ચલણી નોટો સંગ્રહ કરતા હોય શહેર ના પરદેશી વાડ વિસ્તાર માં રહેતા તેઓના મિત્ર ડો.સરફરાઝ ઘડિયાળી ના ક્લિનિક પર અવાર નવાર બેસવા જતા હોય જે બાબતે અનવરબાવા ની દરેક વાત થી પરિચિત એવા ડો.સરફરાઝ ઘડિયાળી અને મુસ્લિમ ખારવાવાડ ખાતે રહેતા કમ્પાઉન્ડર જાવેદ અબ્દુલ મજીદ શેખ એ તેઓ ની હત્યા અંગે નો કારસો રચ્યો હતો .
ગત તારીખ ૮/૦૪/૨૦૧૮ ના રોજ અનવર બાવા ના ઘરે ડો.સરફરાઝ અને કમ્પાઉન્ડર જાવેદે ફિરદોસ એપાર્ટમેન ખાતે જઈ એકલ વાયુ જીવન જીવતા અનવર બાવા નું દોરી વડે ગળું દબાવી તીક્ષણ હત્યાર વડે હત્યા કરી મોત ને ઘાટ ઉતારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા ………..
પોલીસ કાર્યવાહી માં ઝડપાયેલ બંનેવ આરોપીઓ પાસે થી પોલીસ ને ચોંકાવનારો ખુલાસો જાણવા મળ્યો હતો જેમાં મૃતક અનવર બાવા નામ નો ઈશમ એન્ટીલ સિક્કા તેમજ જૂની વિદેશી ચલણી નોટો ને સંગ્રહ કરતા હોય અને વર્ષો જુના સિક્કા જેવી વસ્તુ નું સંગ્રહ કરતા હોય જે મામલે હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો …..
સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાંચે ૧૭૬૦ સિક્કાઓ.જેની કિંમત આશરે ૫૦૦૦૦૦ વિદેશી ચલણી નોટો તથા ભારતીય ચલણી નોટો રૂપિયા ૪૫.૬૩૯ મળી કુલ ૫.૪૫.૬૩૯ તેમજ હત્યા ના ઉપયોગ માં લેવાયેલ બજાજ પલ્સર અને મોબાઈલ મળી કુલ ૫.૮૯.૬૩૯ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરવામાં આવ્યો હતો………….