વિજયસિંહ સોલંકી,ગોધરા
ગોધરા શહેરમાં ઉનાળાના આગમનની સાથે ઠેરઠેર શેરડી તેમજ કેરીરસની હાટડીઓ ખુલી જાય છે.ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે શેરડી-કેરી રસનો આશરો લેતા હોય છે.ઘણીવાર આ રસ વેચનારાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી.ત્યારે તેવામા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા આજે કેરી રસ શેરડી રસની દૂકાનો પર ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ.જેના પગલે વેપારીઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.ગુજરાતના વિવિધ શહેરોમાં કેટલાક શેરડી અને કેરીરસનો વેપલો
કરનારાઓ ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળો રસ આપતા અચકાતા નથી.અને આવા મોટા શહેરોમાં રેડ પાડવામા આવી હતી.ત્યારે આજે ગોધરા ખાતે ફુડ એન્ડડ્રગ્સ વિભાગ દ્રારા એકાએક શેરડી-કેરી રસની હાટડીઓ પર તપાસ હાથ ધરવામા આવી હતી.તેના પગલે ગેરરીતી કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સાત જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરતા તેમાથી સડેલી કેરીનો જથ્થો,ચાસણી, તેમજ ૧૨૦કીલો કેરીનો રસ નાસ કરવામા આવ્યો હતો.આવા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.અત્રે નોંધનીય છેકે ૩૧માર્ચે પ્રાઉડ ઓફ ગુજરાત.કોમ ન્યુઝ વેબસાઇટ દ્રારા શેરડી કેરીરસની ધમધમતી હાટડીની તપાસ હાથ ધરવામા આવે તેવો અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો હતો.જોકે તંત્ર દ્રારા ૧૦દિવસ પછી આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી.