Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ -દાહોદ જીલ્લામા લેભાગુ ઠગો- ધૂતારાઓ ભોળી જનતાને છેતરી કરી રહ્યા છે કાળી કમાણી ?

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

આજનો યુગ સામાજીક ક્રાન્તિનો યુગ ગણવામા આવે છે. મોબાઈલ કોમ્પ્યુટર, ઈન્ટરનેટના માધ્યમથી દુનિયા હાથવગી થઈ જવા પામી છે.આજે માનવીઓ વિજ્ઞાનના માધ્યમથી અનેક ક્ષેત્રની શોઘખોળથી આગળ વધીને પ્રગતિ કરી છે.પણ આજે પણ મધ્ય ગુજરાતમા આવેલા પંચમહાલ- દાહોદ- મહિસાગર જીલ્લામા આવેલા કેટલાક અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આજે પણ અંધશ્રધ્ધાના જડ કરી ગયેલા મુળને કારણે બડવા ભુવા અને તાત્રીકો અને માતાજીના નામે લોકોને લુંટીને ખિસ્સા ખંખેરતા લેભાગુ તત્વોનો રાફડો ફાટી નીકળ્યો છે. પંચમહાલ જીલ્લામા આવેલા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લેભાગુ તત્વો માતાજીનો સાક્ષાત્કાર થયો છે અને તમામ લોકોના દુઃખ દર્દ દુર કરવાની ગેરંટી આપીને સરેઆમ ભોળી જનતાને લુંટી રહ્યા છે.જેમા હવે આવા લેભાગુ તત્વોએ ગોધરા જેવા શહેરી વિસ્તારોમાં પણ પગપેસારો કરીને પૈસાપાત્ર તેમજ મધ્યમવર્ગને નિશાન બનાવીને ખુલ્લે આમ લુંટી રહ્યા છે. આ ઠગ તત્વો પોતાના ધંધાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ખાસ માણસો ઉભા કરે છે. અને આ માણસો માતાજીનો પરચો આવ્યોછે અને લોકોના દુઃખ દર્દદુર કરે છે.તેવી વાતો ફેલાવે છે. આ ઠગ તત્વો કમાણી માટે અનેક તરકીબો અજમાવે છે તેના કારણે ભોગ બનનાર તેની સંકુલમાથી બચી સકતો નથી.અને આર્થિક રીતે પાયમાલ થતો જાય છે.
પંચમહાલ જીલ્લામાં આવેલા ગોધરા શહેર સહીતઅનેક તાલુકા શહેરા, ઘોંઘબા,મોરવા હડફ જેવા તાલુકાઓમાં માતાજીના નામે લોકોના દુઃખ દર્દ દુર કરવાની વાતો કરીને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે. આ લેભાગું તત્વો પોતાના ઘરેજે તેની આસપાસ ખુલી જગ્યામાં ડેલી બનાવે છે. ત્યારે પ્રથમ કોઈ આવક તેમને મળતી ન હોવાથી તેઓ આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં એવા લોકોની માહીતી મેળવે છે.ક જે લોકો માનસિકબિમારીઅને આર્થિક સમસ્યાઓનો ભોગ બન્યા હોય તેવા લોકોને કાને વાત પહોચાડવામા આવે છે કે આ જગ્યાએ માતાજીનોપરચો આ વ્યક્તિને આવ્યો છે.તે દુઃખદુર કરી નાખે છે. આથી બધી બાજુથીનાસીપાસ થયેલો આખરે બની બેઠેલા માતાજીના શરણે આવે છે પણ માતાજીના શરણે આવનાર ને ક્યા ખબર હોય છે.તે માતાજીના નામે ઠગનારને પાસે આવી ગયો છે.ભોગ બનનાર વ્યક્તિનો ભુતકાળ તેમજ તેની પરિસ્થિતીનો પુરતો તાગ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવી લે છે અને ભોગ બનનારને તમારે ચુડેલ કે ડાકણનો પડછાયો પડ્યો છે અથવાતોકોઈ આત્માનનો પ્રવેશ થયો છે તેના કારણે તમારા ઘરમા બિમારીનું વાતાવરણ છે.તેનાકારણે તમારી આ હાલત થવા પામી છે.ત્યારબાદ પૈસા ખંખેરવાનો અસલી ખેલ શરુ થાય છે.અને તેમને રવિવાર કે ગુરૂવાર ભરવાનુ કહેવામા આવે છે.અને આ રવિવાર કે ગુરૂવાર ભરવાનુ કહેવામા આવે તેમા વ્યક્તિ પાસે ગુલાબનો હાર અગરબંત્તી ૧ કિલો સાકર,ઘીની પેકેટ,તેલ વગેરે મંગાવામાં આવે છે.ત્યારબાદ આ બધી સાધનસામ્રગી માતાજીના ફોટા સામે ચઢાવી દેવામા આવે છે. ખાસ તો કેટલાક અન્ય લેભાગુઓ લીંબું મંગાવે છે અને ભોગ બનનારના શરીરે ફેરવામા આવે છે અને કહેવામાં આવે છે કે આજે બધુ દુઃખની આમા આવી ગયુ છે.ધીમેધીમે આગળનાવારભરશો તો દુઃખ દુરથઈ જશેતેમ કહેવામા આવે છે.જો કે રવિવારકે ગુરૂવાર ભરતા પણ કોઈ ફેરફાર ન થાયતો ભોગ બનનાર ને કહેવામા આવેછે કે તેની માટે લાબી વિધીકરવીપડશે.તેનાત્યારબાદ ભોગ બનનારના ઘરે જઈ આખી રાત વિધીનુ નાટક કરવામા આવે છે. અને તેમાપણ ઘણી બધી સામ્રગી મંગાવામા આવે છે. અને દાપાના નામેપાંચથીદશ હજાર રુપિયાપડાવામા આવે છે.કેટલાક જગ્યાઓ પર માડલું કરાવાની વિધી કરાવામા ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રુપિયા લેવામા આવે છે.જો બધી રીતે હારી અને થાકી ગયેલા આ રુપિયા આપવા રાજી થઈ જાય છે.ઘણીવાર આવા લેભાગુ ઓના કારણે નિર્દોષ મહિલાઓને માર મારવાના પણ ઘટનાઓ બનતી હોય છે.જેમા મહીલાઓને ડાકણ કહીને મારવાની પણ ઘટનાઓ બનતી હોય છે.માત્ર અંધ્ધશ્રદ્ધા હવે ગ્રામ્યવિસ્તારોમાં નહી પણ શહેરીવિસ્તારમા પણ જોવા મળી રહી છે. શહેરીવિસ્તારમા પણ રહેતા કેટલાક શિક્ષિત લોકોપણ હવે ભુતપ્રેત- ડાકણ જેવી બાબતોમાં પણ વિશ્વાસ કરતા હોય છે. જે દુ:ખ દાયક બાબત છે. પંચમહાલની એક સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ અંગે જાગૃતિ ફેલાવામા આવે છે.કે ભુતપ્રેત જેવુ કશુ હોતુ નથી.
છતા લોકો આ ચક્કરમાં ફસાય છે.

Advertisement

– પંચમહાલ- દાહોદ જિલ્લામાં કમાણીનો ધીકતો ધંધો બન્યો છે

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક ગામમાં એક કહેવાતા અને બની બેઠેલા માતાજીના પોતાને પરચો આવે છે.અને તેની વિધીથી દૂ:ખ દર્દ સારુ થઇ જશે.તેમ કહીને દાપાના નામે ભોળા લોકોને છેતરવામા આવે છે.અને લોકો છેતરાઇને પેસા આપી દે છે.નવાઇની વાત એ બનીબેઠેલા માતાજીઓ માત્રને માત્ર દુ:ખ દર્દ દૂર કરવાની વાત કરતા હોય છે.અને પૈસાની આશા રાખતા નથી તેમ કહેતા હોય છે.પણ છેવટે દાપાને નામે પૈસાની આશા રાખતા હોય છે. અને પૈસા લેતા જ હોય છે.આ બની બેઠેલા માતાજીઓ પૈસા લૈતા નથી.પણ સામે વાળા વ્યક્તિ પાસે ખિસ્સામાં મુકાવે છે. અને આ કહેવાતા ભગત તેમના ચેલા સાથે ફોર વ્હીલર ગાડીમાં વિધી કરવા નીકળે છે. તેમની જાળમા ભોળા ભક્તોને ફસાયા હોય છે.ત્યા વિધીનુ નાટક કરી પૈસાની કમાણી કરે છે.જો તેમને લોકોના દૂ:ખદર્દ દૂર કરવાની આશા હોય તો શા માટે પૈસા લે છે.એ પણ એક સવાલ છે.એક રીતે જોવા જઇએ તો રીતસરની લુંટ ચલાવે છે.શહેરા તાલુકામાં પણ મોટી સંખ્યામા કેટલાક ગામોમાં આવા લેભાગુ તત્વોએ અડીંગો જમાવી દીધો છે.કેટલાક લેભાગુઓ તો દૂ:ખ તપાસવાની ફી નક્કી કરેલી છે.પછી ત્યારબાદ રવિવાર,ગુરુવાર ભરાવે છે.અને લુંટવાનો ધંધો શરુ થાય છે. એક કહેવાતા લોકોના આ લેભાગુઓએ તો આ કમાણીમાંથી થાબા વાળુ મકાન પણ બનાવી દીધા છે. આમ પંચમહાલ હોય કે દાહોદ બધે ભળાભોલા લોકોને છેતરવાની મોડશ ઓપરેન્ડી એક સરખી છે.લોકોને ભૂતપ્રેતનો છાયો ,આત્મા પ્રવેશ વગેરે વાતો મગજમાં ભરાવી છેવટે પૈસા કમાવાનો કિમીયો જછે.એક બાજુ આ ધૂતારાઓના ચક્કરમા પડેલો માણસ આર્થિક રીતે પાયમાલ થઇ જાય છે.આવા લેભાગુ ધુતારા ઓ સામે જવાબદારતંત્ર દ્વારા જરુરી તપાસ હાથ ધરી લેભાગુ ધૂતારાઓને જેલમાં ધકેલી દેવા જોઇએ.તેવી માંગ ઉઠવા પામીછે.


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહની પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક…

ProudOfGujarat

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ખાતે આજે વિધાનસભામાં પસાર થયેલા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને લઈને કાયદાને પગલે આજે આજુબાજુના ગ્રામજનો દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, પાંચને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!