Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે હવાલો સંભાળતા શ્રી ઉદીત અગ્રવાલ

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

પંચમહાલ જિલ્લાના નવા કલેક્ટર તરીકે શ્રી ઉદીત અગ્રવાલે હવાલો સંભાળ્યો છે. આ પહેલા શ્રી અગ્રવાલ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર તરીકે સેવા બજાવી હતી. તેઓ વર્ષ ૨૦૦૮ ની બેચના સનદી (IAS) અધિકારી છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે અમદાવાદ ખાતે પણ ફરજ બજાવી છે. વહીવટ અને વિકાસનો બહોળો અનુભવ ધરાવતા શ્રી ઉદિત અગ્રવાલ ખૂબ જ ઉત્સાહી અને સરળ સ્વભાવ અને મિલનસાર પ્રકૃતિ ધરાવે છે. જિલ્લા સમાહર્તા તરીકે પંચમહાલ જિલ્લો તેમને આવકારે છે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્રારા બદલીનો ગંજીફો ચીપવામા આવ્યો હતો.તેમાં પંચમહાલના ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે,જેમા હાલના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી .એસ.કે લાંગાની બદલી ગાંધીનગર ખાતે થઇ છે.જિલ્લા વિકાસ અધિકારી કીરણઝવેરીની બદલી વડોદરા ખાતે,તેમજ આસિ .કલેકટર ની બદલી બોટાદ ખાતે થઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લા વાસીઓને પણ નવા યુવા કલેકટર પ્રજાના પ્રશ્નોનુ નિરાકરણ સારી રીતે કરશે તેવી આશા છે.

Advertisement

Share

Related posts

ટંકારીયાના બિલાલ ફરતે ગાળિયો કસાયો ટોળા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો…

ProudOfGujarat

નડિયાદની દીકરીએ દેશભરમાં 1000થી વધુ શહીદ પરિવારને કરી આર્થિક મદદ, 11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ ૧૪ જુલાઈ યોજનાર રથયાત્રા દરમિયાન હાલોલ નગર સેવા સદન ખાતે રથયાત્રા પૂર્વેની શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!